Sunday 8 January 2012

એએએ કાકાપ્યો જ છે...!!!!

આજ થી ગણી ને પાંચ દિવસ રહી ને ઉતરાણ છે..
(વાંચી ને તમે મનમાં કહેશો કે એમાં શું નવાઈ છે,
હા હા હા,પણ લેખ ની શરૂવાત કરવા તો કઈક જોઈએ ને એટલે ચલાવી લેજો)

                            મને યાદ છે કે હું જયારે નાનો હતો અને ગુજરાતી ની પરીક્ષા માં "મારો પ્રિય તહેવાર" ઉપર નિબંધ પુછાય એટલે પૂરું...એમાં મારા પ્રિય તહેવાર માં "ઉતરાયણ" સિવાય કોઈ બીજા તહેવાર પર નિબંધ લખ્યો હોય એવું મને યાદ નથી...
એ લખતો હોઉં એટલે મારું આજુબાજુ જોવાનું બંધ થઇ જાય અને ત્રણ પત્તા ભરી ને નિબંધ લખું,
(એ વખતે આજુ બાજુ વાળા મારા જુવે એ અલગ બાબત છે)
અને લેખ લખતો હોઉં એમ નિબંધ લખવા બેસી જાઉં,પણ સાહેબ પેપર માં શું શોધતા હસે,ને એમને નઈ મળતું હોય એટલે માર્ક માતો ધબડકો થતો.
(અહિયા કોઈ એ એમ નઈ સમજવું કે હું નાપાસ થતો,કેમ કે આજ સુંધી મને એવી કોલેજ કે યુનીવરસીટી મળી નથી કે મને નાપાસ કરી શકે)
અને એ તહેવાર વિશે લખવાનું કારણ કે એકતો માર્ચ મહિનો ચાલતો હોય,એમાંય પરીક્ષા મારવાડી ઉઘરાણી કરતી હોય એમ માથે બેથી હોય
અને એમાં ઉતરાણ ની યાદ લખવાની હોય તો કોને ના ગમે.
                          મને લાગે છે કે લોકો ને ઉતરાયણ કરતા એની તૈયારી માં વધુ મજા આવે છે,દોરી રંગાવા એ કલાકો સુંધી બેસી રહેવું,ભાઈબંધો ની આખી ટોળકી
લઈને જવાનું,એમાંય અમુક પતંગ રસિયા કહે..."બોસ્સ ભોઠાભાઈ દોરી તો સુરત ની જ,તમારે મંગાવી હોય તો કહેજો"
તમારે પણ આવા સુરતના એજન્ટો તો હસે જ આજુ બાજુ,હું આવા લોકો ને "સિઝ્નેબ્લ નમુનો" કહું છું,
કેમ કે તહેવાર બદલાતા પ્રોડક્ટ પણ બદલાય પણ જો એકેય તહેવાર ના આવતો હોય તો એ સીઝન માં શેર બજાર થી ચાલતું હોય,,હાળા એમાં પણ પઈડ ના મુકે,શેર જેવા થઇ ને કહેશે "ભોઠાભાઈ આ શેર લઈલો,જબ્બર છે,
અને શેર ના ભાવ ડૂબે એટલે એને  શોધવા જઈએ તો ક્યાય દિવેલ પીધેલા જેવું મોઢું કરી,શેર માંથી બિલાડું બની ને બઠો હોય.
                          ઉતરાયણ આવતા એના ચાહકો પણ દેશ-વિદેશ થી આવાલાગે છે,એમાં NRI અને NRG(નોન સેરીડેન્ટ ગુજરાતી) બેવું આવી ગયા,
એ લોકો આવે એટલે તહેવાર તહેવાર મટી ઉત્સવ બની જાય.મુંબઈ ગયેલા સગા વાહલા આવે એટલે આપડે એમના માટે અડધા અડધા થઇ જઈએ છીએ (એ આપડો ગુણ છે)
ભલે ને પછી કે આપડે એમના ત્યાં ગયા હોઈએ અને "રોટલો મળે ત્યાં ઓટલો નઈ"એવી કહેવત સાંભળી ને મોકલી દે,
અને એન,આર,આઈ  લોકો ની તો વાત જ ના પૂછો,આજ સુંધી ગુજરાતીઓ(એમાંય ખાસ અમદાવાદી) ને મૂરખ બનાવવા વાળા કોઈ મળ્યા હોય ને તો માત્ર આ ગુજ્જુ એન,આર,આઈ.
આવશે એટલે ઓલી નાની-નાની ત્રિકોણ ચોકલેટો,આપડે ગાઈ-ગાઈ(રોઈ-રોઈ) ને મારી ગયા હોય ત્યારે આઈ-ફોન ની અવેજી માં એક નાનું ચાઈના નું પ્લેયર,અને માય નઈ એટલી
ફોરેન ની વાતો,
"અરે અમારા અમેરિકા માં તો આર.ઓ લાગવાની જરૂરજ નઈ,ડાઈરેક્ત ગળાઈ નેજ પાણી આવે તોય આતો પ્રીકોસન રાખીએ છીએ અને આર.ઓ નાખેલું છે,અને તમે એટલું ખારું પાણી છે તોય એક્વાગાર્ડ યૂઝ કરો છો,હાવ સીલ્લી??
(ઉપરનું વાક્ય ફોરેન ના લહેકા થી ફરી થી વાંચી જાઓ)
આ સાંભળી ને તો પહેલા મનમાં મોટ્ટી દઇ દિધ હોય,અને તોય મોઢું હસતું રાખવું પડે
(તમાચો મારી ગાલ લાલ રાખવા પડે)
અને મનમાંતો થાય કે આ ટણપો અમેરિકા ગયા પહેલા પોળ માં નળ નીચે ખોબા થી પાણી પીતો હતો,અને તોય અત્યારે એના માટેજ નવું નક્કોર એક્વાગાર્ડ નખાયું છે તોય રોવે છે.
પણ આતો આપડા મન મોટા હોઈ એટલે જવા દઈએ,
                            અને અંતે આવીજાય એ દિવસ જેની દરેક પતંગ રસિયાઓ ને રાહ હોય,સવાર ના પહોર માં પાચ વાગ્યા માં ધાબે ટેપ અને સી.ડી પ્લેયર નું સેટિંગ કરતા હોય.
આ એજ લોકો હોય કે જેને સવાર ના પહોર માં દૂધ લેવા જવામાં આળસ આવતી હોય,અને શિયાળા માં ઘડિયાળ માં સવાર ના પાંચ વાગેલા કદી જોયા પણ ના હોય.
પણ તોય કહેવાય છે ને કે "એવરી થીંગ ઇસ ફેર ઇન લવ એન્ડ વોર"(પ્રેમ અને જંગ માં બધું જ જાયસ છે)
અને ઉતરાયણ તો પ્રેમ અને જંગ નું મિશ્રણ છે.
જંગ ના શસ્ત્રો હોય છે ફીરકી,પતંગ અને સ્પીકર
અને
જંગ ના શસ્ત્રો હોય છે નજર,કેમેરા અને દુરબીન.
નવી નક્કોર ફીરકી કાઢશે અને તાજા જ રંગ-બેરંગી(રંગીન અને બેરંગી,રાતે તુક્કલ કાપવા તો ધોળા(બેરંગી) જ હોય ને) પતંગ કાઢશે..
અને જાણે એવો અહેસાસ થાય કે દરેક ધાબા વાળા પોતાની એક સેના બનાવી હોય.
મારા સ્પીકર નો અવાજ ઓલા ના ધાબા કરતા વધારે જ આવો જોઈએ.
અને એટલી જ પડાપડી અંદર અંદર દુરબીન માટે થતી હોય,અને એટલે જ એક્ષ્ટ્રા ઝૂમ વાળા કેમેરા ઓલા એન,આર,આઈ ભાઈઓ જોડે મંગાવતા હોએએ છીએ.
                     પણ આ નમુના ધાબે પણ આપણને ના મુકે,ફીરકી આપડા હાથ માં પકડાવી દે અને પોતે પતંગ ચગાવા માંડે,પણ જો ધરાહાર પતંગ ધાબા ની બહાર જાય તો,
અને આવા લોકો ના "કામ ઓછા ને વેશ જાજા".મોઘા ભાવની ડોક્ટર ટેપ થી આખો હાથ ભરી દીધો હોય,મોઘા(એમની ભાસા માં "એક્ષ્પેન્સિવ્") રીબોક ના ચશ્માં અને ચડ્ડા ચડાવી ને આવે.અને આને ગમ્મે તેટલી છૂટ અપાઈ એ તોય પતંગ નો ગરબો ઘેર જ લાવે.
પછી કંટાળી ને એને પડતો મુકીએ અને એના કેમેરા થી આજુ બાજુ જોવાનું ચાલુ કરીએ.
અરે એમાં પણ એક મજા છે,આ ધાબા થી ઓલી/ઓલા (છોકરીઓ માટે ઓલો અને છોકરાઓ માટે ઓલી સમજી લેવું) ને જોવું.
એ પણ કોઈ ની સરમ રાખ્યા વગર,એ નજર થી નજર મળવું,હાથમાં મમરા નો લાડુ પકડી ને ઈસરા થી ખાવા માટે પૂછવું,ભલે કોઈ બ્યુટી કોન્ટેસ્ટ ના હોય તોય ટકા-ટક તૈયાર થઇ ને આવી હોય,
અને જો કોઈએ એનો પતંગ કાપ્યો તો એ પતગ કાપવા વાળા નો પતંગ કાપી ને જ હાંશ થાય.
આવી જાત જાત ની ભાવના સાથે દિવસ પસાર કરીએ,
                   અને ગુજરાતીઓ ની એક ખાસીયત છે,એને થોડાક થી ધરાય જ નઈ,ભલે એ ડિસ્કાઉન્ત હોય,બાર્ગેનિંગ હોય કે તહેવાર હોય.
ઉતરાયણ તો ૧૪ મી જાન્યુવારી એ પતિ જાય,પણ અપડા ગુજરાતી ને એનાથી પેટ નથી ભરતું એટલે એને ભરવા "વાસી ઉતરાણ" મનાવે છે..ભલે આવા લોકો અડધા કલાક પછી ની "વાસી" રોટલી પણ ના ખાતા હોય.પણ વાસી ઉતરાણ એટલા જ આનંદ ઉલાસ થી માનવતા હોય છે.
કહેવાય છે કે સુરત ની ઉતરાણ વખણાય છે,મેં તો કદી ત્યાં ઉતરાણ કરી નથી પણ મને લાગે છે કે ત્યાં ઉતરાણ માનવા નું કારણ એ હસે કે પતંગ કાપવા ની સાથે "એ કપ્યોંયોયો જ છે" ના બદલે સુરતી ભાષા માં ગાળ બોલતા હસે,એટલે જ લોકો ને ત્યાની ઉતરાણ ગમતી હસે.

હા હા હા
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ

આ વખત ની નવી બૂમ "એ કાપ્યો જ છે" ના બદલે "એએ ભોઠો પડ્યોયોયોયો છે"
હું ખાત્રી રાખી ને કહું છું કે આ બુમ પડતાની સાથે સામે વાળા નો પતંગ કપાઈ જશે..
હા હા હા

No comments:

Post a Comment