Thursday 19 January 2012

લગન....

લગન
          ઉપરનો શબ્દ સાંભળતા જ મનમાં એક જણ-જણાટી ઉભી થાય,જેના લગન થવાના હોય એને તો જણ-જણાટી(ગલગલિયા) થાય જ
પણ જેને લગન માં જવાનું હોય (ખાવા) એને પણ થાય.આ ભોઠા ભાઈ ના મત પ્રમાણે આ લગન એ એક ફિલ્મ જેવું છે.
જેમાં વર-વધુ એ અનુક્રમે હીરો-હીરોઈન નો ભાગ ભજવે છે.અણવર-અણવધુ એ સાઈડ એક્ટર-એક્ટ્રેસ,
કંકોત્રી આપવી એ ફિલ્મ નું પ્રમોશન,અહી લગ્ન વિધિ કરવાવાલા પંડિત એ ડાયરેક્ટર,
જે ફિલ્મ ના સીન નો એન્ગલ ગોઠવતા હોય છે,એટલે કે લગન મા ખુરશી સામ-સામે રાખવી કે બાજુ-બાજુ મા,
લગન મા સાત ફેરા રાખવા કે ચાર,આ બધી જ વાત નો આધાર પંડિતજી ઉપર છે.
પણ સ્ક્રીન-પ્લે એટલે કે કેટલો ભાગ કેટલો સમય ભજવાશે એ હીરો-હીરોઇન ઉપર છોડી દેવા મા આવે છે.
એટલે આજ-કાલ એવું જોવા મળે છે કે લગ્ન વિધિ બે-અઢી કલાક મા પતી જાય છે.
અને એ સમયે ઓડિયન્સ(જાનૈયા) માંથી એવું સાંભળવા મળે છે કે
 "પહેલા ના લગ્ન તો આરામ થી ચાર-પાંચ કલાક ચાલતા,શી ખબર આ લોકો ને શેની જલ્દી છે"
આવું બોલ્યા પછી એ લોકો ને બ્રહ્મજ્ઞાન થાય કે પાછળ નું વાક્ય સામે વાળો ડબલ મીનીંગ મા ના લેશે..
પણ આ લગ્ન વિધિ એ એવો સીન છે કે લોકો ને કંટાળો જ ચઢે છે.
એટલે ઓડિયન્સ ઈન્ટરવલ ની રાહ જોયા વગર ખાવા ના કાઉન્ટર ઉપર દોડે છે.
(કદાચ મનમાં બોલતા હસે કે"એને પૈણવું હોય તો પૈણ્યે,આપડે હાલો ખાવા")
                અને આવા લોકો ખાતી વખતે લગ્નવિધિ કે આજુબાજુ ના સબંધી બાજુ તો છોડો એ પોતાના પેટ બાજુ પણ જોતા નથી,
તેઓની નજર બાસુદી(ચોકલેટ બાસુદી,ક્રીમ બાસુદી,કેસર બાસુદી,બાસુદી વિથ રસગુલ્લા),શીખંડ (ક્રીમ શીખંડ,માવા શીખંડ,મેંગો શીખંડ)
હલવો(ગાજર હલવો,દુધી હલવો,ઇ.તિ.સી,,ઇ.તિ.સી) ઉપર રહે છે.
અને હવે તો જમણવાર એટલો ભવ્ય હોય છે કે શું ખાવું ને શું ન ખાવું એ કશ્મકશ માજ પેટ ભરાઈ જય છે.
અમુક એવો પણ વર્ગ હોય છે કે જેમના ઘરે કંકોત્રી આવતાજ પ્રથમ નજર "ભોજન સભારમ" ના સમય ઉપર અને બીજી નજર "શુભ સ્થળ" ઉપર પડે છે.
અને આવા વર્ગવાળા એ ખાવાના કાઉન્ટર મા લાઈન મા જોવા મળશે.
                ખેતરો માંથી પાર્ટી પ્લોટ બની ગયેલા વિશાળ પાર્ટી પ્લોટ મા ખાવા ના કાઉન્ટર શોધવા મા પણ બહુ અગવડતા ઉભી થાય છે.
આ ભોઠાભાઈ નું તો કહેવું છે કે ડીશ ની જોડે જોડે એક નકશો પણ આપી દેવો જોઈએ,જેથી વાનગીઓ શોધવા મા સગવડતા રહે.
અથવા પાર્ટી પ્લોટ નો આકાર ભારત ના નકશા જેવો હોવો જોઈએ જેથી ઢોસા,ચાઈનીસ સહેલાઈ થી મળે.
ઢોસા,ઈડલી સાઉથ મા રાખવાના,
ચાઈનીસ ચીન બાજુ,દિલ્લી ચાટ દિલ્લી મા,
તાવાપનીર,રીન્ગળ નો ઓળો,દાળ-બાટી રાજસ્થાન મા,
ઢોકળા,પાત્રા,ઊંધિયું ગુજરાત મા,
આઇસક્રીમ કાશ્મીર મા
મીનરલ વોટર નું કાઉન્ટર હરિદ્વાર(ગંગા) મા રાખવાનું..
અથવા એ જગ્યા એ ગાઈડ રાખી દેવાના.
જેથી તમે પૂછો કે "ભાઈ પાણીપૂરી નું કાઉન્ટર ક્યાં છે??"
ગાઈડ:જુવો સાહેબ ઓલા દિલ્લી ચાટ ના કાઉન્ટર થી જમણી બાજુ જાઓ,ત્યા ઢોસા નું કાઉન્ટર આવશે ત્યાંથી ડાબી બાજુ જાઓ..
અને થોડુંક ચાલસો ત્યાં ડાબા હાથે આઈસક્રીમ આવશે,એના એકઝેટ સામે.

હા હા હા
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ

1 comment: