Friday 30 December 2011

"સુંદરતા ના વખાણ કરવા એ એક સારો ગૂણ છે"

"સુંદરતા ના વખાણ કરવા એ એક સારો ગૂણ છે"

આ લાઈન તો ખબરની કોને કીધી છે પણ હું તો એના રસ્તેજ જાઉં છું..
મને તો બધાના વખાણ કરવા બહુ ગમે છે(લોકો મારા વખાણ કરે એ પણ મને ખૂબ ગમે છે પણ ખબર નઈ કેમ કોઈ કરતુ જ નથી)
પણ કહેવાય છે ને કઈ સારું કરવા જઈએ અને કઈ ખોટું થાય તો નવી નઈ..કારણ કે જો કોઈ છોકરી ના વખાણ કરીએ(એ વખાણ કરવા લાયક હોય છે કે નઈ એવો કોઈ મેં criteria બાંધ્યો નથી)
અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે જો કોઈ તમને જો કોઈ છોકરી ગમતી હોય અને જો એના તમે વખાણ કરો તો એ હમેશા તમારી બની જતી હોય છે.(પણ મેં આવું કઈ ટ્રાય કર્યું નથી ને કરવા પણ નથી માંગતો)
હા પાછી મૂળ વાત ઉપર આઈ  જાઉં છું.
હવે લોચા એ પડે છે કે  જો કોઈ છોકરી ના વખાણ કરીએ તો જાણે આપડે સુય કરી અને કહી દીધું હોય એમ આપડી સામે જુએ..
અને એવી રીતે જુએ કે જાણે  હેલ્મેટ વગર પોલીસ વાળો જે રીતે આપણને જોતો હોય એ રીતે ...અને मनमे तो लड्डू फूटा એ એ.ડ ચાલતી હોય.
પાછી આપણને લાગે કે  આતો તો વખાણ ના સીન માંથી રોમેન્ટિક સીન ચાલુ થઈગયો(અને આને કહેવાય  "હસવા માંથી ખસવું થવું")
એટલે આપડે કહીએ અરે સાચું કહું છું ક તું ખૂબ સરસ લાગે છે(અહી એમ ના કહેવાય કે તું બહુ જોરદાર લાગે છે)
मनमे दूसरा लड्डू फूटा?
એટલું મોટું સાહસ ખેડ્યું હોય અને સામે આપણને "થેંક્યું" પણ સંભાળવા ના મળે ..
આવું પણ મોસ્ટ ઓફ ગુજરાતી છોકરી હોય તો થવાના ચાન્સીસ વધારે છે..એવું મેં જોયું ને અનુભવ્યું છે..
કઈ નઈ પાછી આપડે એવું ધરી લેવું પડે કે એને મનમાં મિચ્છામી દુકડમ ની જેમ થેન્ક્યામીદુકડમ કહી દીધું હશે..

એટલે હવે મેં છોકરીઓ ના વખાણ કરવા નું બંધ કરી દીધું છે..
અને છોકરાઓ ના વખાણ તો ભૂલ થિય  પણ ના કરાય નઈ તો બોબીડાર્લિંગ જેવો ગણીલે બધા..હા હા હા..

(અહી એક જોક યાદ આવ્યો છે ,થોડો ડર્ટી છે તો પોતાના જોખમ ઉપર વાંચજો)

૧ છોકરી:યુ લુકિંગ બ્યુટીફૂલ..

૨ છોકરી:થેંક્યું..

અને

૧ છોકરો:યુ લુકિંગ હેન્ડસમ..

૨ છોકરો:જાને અહી થી,ગે વેળા કાર્ય વગર...
(અહી હું કોઈ ગરેન્તી નથી લેતો કે તમને હસું આવશે જ)
 હા હા હા
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ

Friday 9 December 2011

અરે નશો કરવા એટલું બધું છે તો દારૂ ની ક્યાં જરૂર પડે છે???

 
ये इंतज़ार गलत की शाम हो जाए  
जो  हो  सके  तो  अभी  दूर जाम  हो  जाए 
मुझ  जैसे  रिंद  को  भी  तुने  हषर  में  या  रब  बुला  लिया  है  तो  कुछ  इन्तेजाम  हो  जाए 

हुई  महंगी  बहोत  ही  शराब  के  थोड़ी  थोड़ी  पिया  करो 
पियो  लेकिन  रखो  हिसाब  (के  थोड़ी  थोड़ी  पिया  करो )
हुई  मेहेंगी बहोत ही शराब के थोड़ी थोड़ी पिया करो 

ઉપર લખેલી ગઝલ ની એક પંક્તિ માં પંકજ ઉદાસ સાહેબે બે વાત કીધી છે..
કે શરાબ મોંઘી થઇ છે એટલે થોડી ક જ પીવાનું રાખો..અને પીવો પણ હિસાબ રાખો...
(પણ  મેં એક કહેવત બનાવી છે કે "ખાતી વખતે રોટલી ને વાપરતી વખતે પૈસા કદી ગણવા નઈ")
 
પણ ગુજરાતીઓ ના ગળે પંકજ સાહેબ ની વાત ઉતરતી નથી...કેમ કે
હમણા-હમણા જ છાપામાં રેવ પાર્ટી ના સમાચાર ઘણા ચર્ચા માં છે... 
અને દારૂ ના ફલાણા-ઢીકણા જેટલો જથ્થો પકડાયો એતો 
અઠવાડિક રાશી-ભવિષ્ય ની જેમ દર અઠવાડીએ છપાતું જ રહે છે...
 
પણ નશો કરવો એતો ગુજરાતી ના લોહી માં છે..
એવું જરૂરી નથી કે દારૂબંધી કહેવાતા ગુજરાત રાજ્ય માં દારૂ નો જ નશો હોય..
દિલીપ ધોળકિયા એ ખૂબ સુંદર ગીત લખ્યું છે કે..
 
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો... 
હે તારા રૂપની...
તારી આંખનો અફીણી.... 
 
 
     દરેક પાક્કા ગુજરાતી ને એની પ્રિયે કુવા માંથી પાણી નું બેડું ભરી ને લાવે અને એના આવતા પગના 
જાંજર નો અવાજ એને રૂપિયા ના ખણ-ખનાટ કરતા પણ વહાલો હોય છે..
પહેલા ભરાતો મેળો એ કઈ માત્ર મેળો નતો,એતો બહાનું હતું પોતાના પ્રિય પાત્ર ને જોવાનું..
નશો હતો એ પળ માં..જેમાં દરેક યુવાન સુંદરતા ના ઘુંટડા ભરતો હતો..
આજના એક્વાગાર્ડ ના જમાના માં કુવે પાણી ભરવા ની માથા કૂટ તો જતી રહી છે,, 
અને જાંજર હવે ઓલ્ડ-ફેસન થઇ ગઈ છે..
અને સમય ની સાથે સાથે એ ઘુંટડા પણ બદલાઈ ગયા છે...
જે આજના જમાના માં કોલેજ એ માત્ર બહાનું હોય છે.
જર્નલ,નોટ્સ ના લેવડ-દેવડ માં પણ મુલાકાત હોય છે..
એના આંખોમાં મન ભરીને જોવાનો પણ એક લાહવો છે...
ચાલવાની એ છટા અને એ ગુજરાતણ વગ,
એવો ઠસ્સો હોય છે એ કાયા માં કે શિકારી શિકાર બનવા તૈયાર થઇ જાય..
આંખો બંધાણી થઇ જાય છે રૂ જેવા રૂપ ને જોવા માટે... 

    ઉપર વાળો પણ કેવો રસાયણ વિજ્ઞાની છે...પણ એને ગુજરાતણ બનવા માં રાત-દિવસ એક કાર્ય હશે..
પહેલા એણે કાશ્મીર માંથી તાજા ગુલાબ લાવી ને એની પાંખડીઓ માંથી સ્ત્રી નું માળખું બન્યું હશે.
પછી એણે રેસમ ના તાર થી કેશ ભર્યા હશે...અને રૂ જેવી ત્વચા ની અંદર સાવજ જેવું મન ભર્યું હશે...
મીઠી છુરી જેવું કલેજું..
અને એક પરફેક્ટ કોમ્બીનેસન ઓફ એસીડ-બેઝ..
અને આવી ગુજરાતણ જયારે હસે ત્યારે એના ગાલ ના ખડાં માં દરેક પ્રેમીને ગોતા લાગવા ગમે...
કદાચ એટલે જ ગુજરાત માં દારૂ-બંધી છે..
Add caption
            અરે નશો કરવા એટલું બધું છે તો દારૂ ની ક્યાં જરૂર પડે છે???
 પણ તોય અમુક લોકો સમજતા નથી..
હમણા-હમણા ની રેવ પાર્ટી વાળા સમાચાર કઈ પહેલા અને (કદાચ) છેલ્લા
નથી..કેમ કે ડીસેમ્બર મહિનો માથે છે..લોકો દારૂ નો સ્ટોક અત્યાર થી તૈયાર કરી દીધો છે..
આતો पिनेवालो को पीनेका बहाना चाहिए એના જેવું છે..અરે ન્યુ યર હોય એટલે પીવાનું???
 'दुसरो की शादी में अब्दुल्ला दीवाना' ...
અરે નવું વરસ ગુજરતીઓ માટે નથી...આતો
આપણને બધા ને આનંદ-ઉલ્લાસ કરવા જોઈ એ એટલે આપણે ઉજવી એ છીએ..
પણ એમે દારૂ ક્યાંથી વચ્ચે આવે??શું અપડે એને આપડી રીતે ના ઉજવી શકીએ???
ચોક્કસ ઉજવી શકીએ..
ગુજરાત માં દારૂ-બંધિ હોવા છતાં ઠેર-ઠેર "દારૂ છોડવો" ની જાહેરાતો જોવા મળશે..
ગુજરાત બહાર બીજા રાજ્યો માં રાષ્ટ્રીય તહેવાર ના દિવસે "ડ્રાય ડે" તરીકે મનાવાય છે....
પણ ગુજરાત માં તો આવો એક પણ ડે નડતો નથી..
અને એક સર્વે પ્રમાણે ગુજરાત માં સૌથી વધારે દારૂ પીવાય છે...
મને લાગે છે એનું કારણ દારૂબંધી જ છે...
માણસ નો ગુણધર્મ જ છે કે એને કોઈ કામ કરવાની ના પાડી હોય ને તો એ પહેલા કરે.. 

"દારૂ છોડવો"
આવી જ એક જાહેરાત વાંચીને એક કાકા એની પાસે ગયા અને કીધું કે "તમે દારૂ છોડવો છો??"
પેલા ભાઈ:હા એપણ જડપી અને કોઈ ને કીધા વગર...
કાકા:સારું તો મારી પાંચ દારૂ ની પેટી પોલીસએ પકડી લીધી છે તો છોડી આપોને.
(હું અહી કોઈ ગેરંટી નથી લેતો કે તમને હસું આવશે જ )
હા હા હા 
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ 

Wednesday 7 December 2011

મને તો લાગે છે કે આ સિબ્બલ અને સરદ પવાર ના પણ એ\કા હશે ફેસબુક માં

લો હવે તો હદ થઇ ગઈ....એવું ભણવામાં આવતું તું કે ભારત આઝાદ છે ને ભારતીઓ સ્વત્રંત ...
પણ આતો સાવ દાદાગીરી ચાલુ કરી દીધી...
હવે સરકાર નક્કી કરશે કે આપડે કેવા ફોટા મુકવા ને કેવી કોમેન્ટ...???
મને તો લાગે છે કે આ સિબ્બલ અને સરદ પવાર ના પણ એ\કા હશે ફેસબુક માં
એટલે જ એ પોતાની વિરોધ ના પોસ્ટ અને ફોટા જોઈ ને કપિલે આ નિર્ણય લીધો હશે...

હા હા હા ...ખાલી લોકો નો ફેસબુક ઉપર ગુસ્સો જોઈ ને એ લોકો ની બળે છે...
અને એ લોકો ફેસબુક ઉપર ના હોય તોય એમના છોકરા,છોકરીઓ અને સબંધી ઓ તો હશે જ ને...
કેવું લાગતું હશે કે જયારે સરદના ના સબંધીઓ ફેસબુક ઉપર ગાલે હાથ દઈ સરદ બેઠો હોય એવો ફોટો કોઈ એ સબંધીઓ ના વોલ્લ ઉપર મુકે ને એના ફ્રેન્ડસ એ ફોટા ને લાઇક કરે... 

હમણા હમણા સોનિયા ગાંધી અને (S.M.S) સરદાર મનમોહન સિંહ ના ઘણા ફોટા ફન્ની નીકળ્યા છે...

લાગે છે કે રાહુલ ભાઈ આ ફોટા જોઈ ગયા હશે ને...અને એના ભાઈ-બંધો એને ચીડવતા હશે...
એટલે રાહુલ રોતા રોતા કપિલ ભાઈ જોડે ગયા હશે ને કીધું હશે કે...

"કપિલ કાકા આ જુવો ને આ બધું શું છે???તમે કઈ કરો ને..હમણા તો સરદ કાકા ના પણ બહુ ફોટા આવે છે...

મારા ભાઈ -ભાંડું મારી બહુ ઠેકડી ઉડાવે છે...
મેં હમણા ભોઠા ભાઈ ની વોલ્લ પણ વાંચીતી
એમાં એમને એક પોસ્ટ મૂકીતી કે

"""""જેમ ગર્વ અને અભિમાન વચ્ચે એક પાતળી ભેદ રેખા છે
એમ જ
.
.
.
.
.
કુવારા અને વાંઢા વચ્ચે પણ એક પાતળી ભેદ રેખા હોય છે..
હા હા હા..લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ """"

મને ખબર છે કે એમનો ઇસારો મારા તરફ જ હતો ..
આ સાંભળી ને કપિલ કાકા ના ગુસ્સા ની બધી રેખ તૂટી ને ભુક્કા થઇ ગયા હશે...

અને આ તો રાજા કહેવાય
અને વાજા,વાંદરા અને રાજા નું કસું ઠેકાણું નઈ...અને કરી દીધા કંકુ ના .અને લઇ લીધો નિર્ણય..
કાશ આટલી જ જડપી રીતે દેશ ના જુના અને હવે તો વાસી થઇ ગયેલા મુદ્દા નો નિર્ણય લેવાતો હોત..
તો કાશ્મીરી પંડિત રાખડી ના પડેત અને કાશ્મીર માટે અલગ ધારા ધોરણો ના ઘડવા પડેત,..

તો હજુ પણ યુનિયન કારબાઇડ કંપની (ભોપાલ દુર્ઘટના) ની દુર્ઘટના બાદ હજી પણ  મરેલા લોકો ના સગા હજુ વધુ પૈસા ની માંગણી માટે વિરોધ ના કરતા હોત...

અરે આતો બધી જૂની વાત છે..ખાલી કસાબ ની કઈ વ્યવસ્થા કરી હોત ને તો પણ ચાલેત...

કઈ વાંધો નઈ આ બધું તો આમ જ ચાલતું રહેવાનું,,,,મારા થી અને કદાચ તમારા થી પણ કસું ઉખાડી શકાશે નઈ...
...
કઈ નઈ મારે તો બધાને એજ કહેવું છે કે મન ભરીને આવા ફોટા માણો કેમકે આવા ફોટા कल हो ना हो ...
    

હવે સરકાર નક્કી કરશે કે આપડે કેવા ફોટા મુકવા ને કેવી કોમેન્ટ...???

લો હવે તો હદ થઇ ગઈ....એવું ભણવામાં આવતું તું કે ભારત આઝાદ છે ને ભારતીઓ સ્વત્રંત ...
પણ આતો સાવ દાદાગીરી ચાલુ કરી દીધી...
હવે સરકાર નક્કી કરશે કે આપડે કેવા ફોટા મુકવા ને કેવી કોમેન્ટ...???
મને તો લાગે છે કે આ સિબ્બલ અને સરદ પવાર ના પણ એ\કા હશે ફેસબુક માં
એટલે જ એ પોતાની વિરોધ ના પોસ્ટ અને ફોટા જોઈ ને કપિલે આ નિર્ણય લીધો હશે...

હા હા હા ...ખાલી લોકો નો ફેસબુક ઉપર ગુસ્સો જોઈ ને એ લોકો ની બળે છે...
અને એ લોકો ફેસબુક ઉપર ના હોય તોય એમના છોકરા,છોકરીઓ અને સબંધી ઓ તો હશે જ ને...
કેવું લાગતું હશે કે જયારે સરદના ના સબંધીઓ ફેસબુક ઉપર ગાલે હાથ દઈ સરદ બેઠો હોય એવો ફોટો કોઈ એ સબંધીઓ ના વોલ્લ ઉપર મુકે ને એના ફ્રેન્ડસ એ ફોટા ને લાઇક કરે... 

હમણા હમણા સોનિયા ગાંધી અને (S.M.S) સરદાર મનમોહન સિંહ ના ઘણા ફોટા ફન્ની નીકળ્યા છે...

લાગે છે કે રાહુલ ભાઈ આ ફોટા જોઈ ગયા હશે ને...અને એના ભાઈ-બંધો એને ચીડવતા હશે...
એટલે રાહુલ રોતા રોતા કપિલ ભાઈ જોડે ગયા હશે ને કીધું હશે કે...

"કપિલ કાકા આ જુવો ને આ બધું શું છે???તમે કઈ કરો ને..હમણા તો સરદ કાકા ના પણ બહુ ફોટા આવે છે...

મારા ભાઈ -ભાંડું મારી બહુ ઠેકડી ઉડાવે છે...
મેં હમણા ભોઠા ભાઈ ની વોલ્લ પણ વાંચીતી
એમાં એમને એક પોસ્ટ મૂકીતી કે

"""""જેમ ગર્વ અને અભિમાન વચ્ચે એક પાતળી ભેદ રેખા છે
એમ જ
.
.
.
.
.
કુવારા અને વાંઢા વચ્ચે પણ એક પાતળી ભેદ રેખા હોય છે..
હા હા હા..લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ """"

મને ખબર છે કે એમનો ઇસારો મારા તરફ જ હતો ..
આ સાંભળી ને કપિલ કાકા ના ગુસ્સા ની બધી રેખ તૂટી ને ભુક્કા થઇ ગયા હશે...

અને આ તો રાજા કહેવાય
અને વાજા,વાંદરા અને રાજા નું કસું ઠેકાણું નઈ...અને કરી દીધા કંકુ ના .અને લઇ લીધો નિર્ણય..
કાશ આટલી જ જડપી રીતે દેશ ના જુના અને હવે તો વાસી થઇ ગયેલા મુદ્દા નો નિર્ણય લેવાતો હોત..
તો કાશ્મીરી પંડિત રખડી ના પડેત અને કાશ્મીર માટે અલગ ધારા ધોરણો ના ઘડવા પડેત,..

તો હજુ પણ યુનિયન કારબાઇડ કંપની (ભોપાલ દુર્ઘટના) ની દુર્ઘટના બાદ હજી પણ  મરેલા લોકો ના સગા હજુ વધુ પૈસા ની માંગણી માટે વિરોધ ના કરતા હોત...

અરે આતો બધી જૂની વાત છે..ખાલી કસાબ ની કઈ વ્યવસ્થા કરી હોત ને તો પણ ચાલેત...

કઈ વાંધો નઈ આ બધું તો આમ જ ચાલતું રહેવાનું,,,,મારા થી અને કદાચ તમારા થી પણ કસું ઉખાડી શકાશે નઈ...
...
કઈ નઈ મારે તો બધાને એજ કહેવું છે કે મન ભરીને આવા ફોટા માણો કેમકે આવા ફોટા कल हो ना हो ...

    

Saturday 3 December 2011

આ સમજી ને જીવન જીવો તો ઠીક નઈ તો ઢોર પણ જીવે જ છે ને.....

દરેક માં-બાપ પોતાના છોકરા કે છોકરીઓ વિશે એવુજ વિચારે છે કે 
બાળપણ માં એમને પૈસા ના લીધે જે ખૂશી અને ખ્વાઈશ પૂરી નતી થઇ 
એ હવે પૂરી કરશે...
પણ તેઓ એમ કેમ ભૂલી જાય છે કે પૈસા ની ખેચ અને તાણ ના લીધે એમને જે શીખવા મળ્યું હતું એ પણ સીખ્વાડવું જોઈએ...

જેમકે સંપ થી રહેતા,વ્યવહારિક જ્ઞાન,અને બચત કરતા..
સારું અને સાચું જીવવા આ બધી વસ્તુ એટલીજ જરૂરી છે જેટલો જરૂરી શ્વાસ.. 

પહેલા ના જમાના માં ઘરે મહેમાન આવે તો અઠવાડિયું રોકાય તોય ઘરના મોભી નું પેટ નું પાણી એ હલતું નઈ..
અને હવે તો કોઈ મહેમાન બે દિવસ રોકાય તોય એક જાતની મનમાં અકળામણ થઇ જાય છે..
છોકરો બહાર ફરીને આવે અને જો હજાર-બે હજાર ખોવાઈ જાય તોય કલાક થી પણ વધારે શોક રહે નઈ..
અને પહેલા તો બે રૂપિયા પણ ખોવાઈ જાય તોય ઘરના બજેટ માં મોટી ખોટ પડતી...

પહેલા લોકો ના મનમાં સંપ ની ભાવના વધુ હતી...જયારે અત્યારે તો ભાઈ-ભાઈ નો અને છોકરો બાપા નો નથી રહ્યો..
એપણ એક માલ-મિલકત ના ચક્કર માં..
પહેલા દરેક વાર -તહેવાર ગામડે આવી ને બધા ભેગા થઇ ને મનાવતા..અત્યરે લોકો એ તહેવાર માં બહાર ફરવા જતા રહે..
અરે એ તો છોડો અત્યાર ના જીવન માં છોકરો ક્યારે બાપા-કે માં જોડે બેસી શાંતિ થી વાત કરી તી એ પણ યાદ નઈ હોય...
(અહી વાત કરવા નો મીનીગ માત્ર વાત નઈ કે પૈસા કે બાઈક ની માંગણી વાત)

શું આટલા તફાવત પડવાનું કારણ માત્ર "પૈસો"!!!!!
પૈસો જીવન ચલાવવા જરૂરી છે નઈ કે સબંધ....
આ સમજી ને જીવન જીવો તો ઠીક નઈ તો ઢોર પણ જીવે જ છે ને.....
એના અને અપડા માં કઈક તો ફરક હોવો જોઈ એ ને???

Friday 2 December 2011

ૐ ૐ હરી હરી કુછ ભી હો જાય પણ Don't worry..

 
 
આ મેં નથી લખ્યું પણ મને પસંદ પડ્યું છે એટલે મુક્યું છે .તમને પણ જરૂર પસંદ પડશે......                                                                                             
દૂધ નોદાઝ્યો છાશને ફુંક મારીને પીવે
સુપનો દાઝ્યો કોલ્ડકોકો ને ફુંક  મારી ને પીવે

વંદે માતરમ, ખિસ્સા કાતરમ્
ઇન્કલાબ ઝિંદાબાદ,
કોલર પકડી, બોચી દાબ

હમારી માંગે પુરી કરો
પુરી નહીતો રોટ્લીતો કરો!

ૐ ૐ હરી હરી કુછ ભી હો જાય પણ Don't worry..

આજ કરે સો કલ કર
કલ કરે સો પરસો
ઇતની જલદી ક્યા પડી હે
જબ જીના હે બરસો

સંપ ત્યાં જંપ
સાયકલ ત્યાં પંપ
પેટ્રોલ હવે બવ મોંધુ થઈ ગિયું

બા બહુ ને બેટી,ખાય વડલા ની ટેટી,પછી ગુમણા થાય તો મને ના કે'તી

સોનિયા સફેદિ આપકે સારે કૌભાંડ ધો ડાલે

હસે તેનુ ઘર વસે
ના હસે તેના ઘર આગડ કુતરા ભસે....
 
હા હા હા ...
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ  

Thursday 1 December 2011

લોકો ના નજર માં આ ગંદુ પીચર હશે મારા નઈ...



આખરે એ દિવસ આવી જ ગયો જેની દરેક યુવાન ને રાહ હતી...
ના ના ,,આજે કઈ દરેક યુવાન ના લગન નથી...
આતો આજે ગંદુ પિચ્ચર પડે છે...(dirty movie)

લોકો ના નજર માં આ ગંદુ પીચર હશે મારા નઈ...
અરે ખરાબ હોવાનું એક માત્ર કારણ "અંગ પ્રદર્સન"

શું સ્ટોરી,સ્ક્રીન પ્લે,એક્ટિંગ નો કોઈ અવકાશ નથી,
અરે અંગ પ્રદર્સન તો અપડા ભૂતકાળ થી ચાલે આવે છે..
બસ ફરક છે ઇચ્છા વિરુદ્ધ નું અંગ પ્રદર્સન અને ઈચ્છા થી અંગ પ્રદર્સન..

મહાભારત માં દ્રોપદી નું ચીર હરણ અને સત્યમ શિવમ સુન્દરમ માં ઝીનત અમાન

બેય તો છે અંગ પ્રદર્સન જ ને??
હું સરખામણી નથી કરતો હું માત્ર ફરક સમજવું છું...

લોકો એ આ પિચ્ચર નો એવો હાઉ ઉભો કાર્યો છે કે કોઈ ઘર થી આ પીચર જોવા જાઉં છું એવું  કહી ને પણ ના જઈ સકે!!! ..
શું આની પહેલા મર્ડર ૧-૨ નથી પડ્યા...શું રાજા હિંદુસ્તાની (આમીર ના કિસિંગ સીન વાળું) નથી આયુ??

અરે પાકિસ્તાને તો આ પીચર ઉપર બંધી ફરમાવી દીધી છે...
અરે સોલે પિચ્ચર  માં હેલને જે ડાન્સ કાર્યો તો શું એ અત્યારે અંકલ ના બિરુદ વાલા ઓ એ એમની યુવાની માં નઈ માણ્યો હોય....

જે અત્યરે આ પીચર જોવા માટે મનાઈ ફરમાવે છે એ જ લોકો દીવાના હતા મધુબાલા અને હેલન ના..
 એ શુકામ ભૂલે છે તેઓ..
અને યુવાનો ના આજ તો દિવસો હોય છે મજ્જા માનવા ના..
અને એ ગમે તે રૂપ માં હોઈ સકે છે
જેણે યુવાની નથી માણી એનું આખું જીવન (રા.વન વાળું જી.વન નઈ) બેકાર છે..
ભગવાન થી મળેલી સારામાં સારી ગીફ્ટ ને તમે ઉઘાડી ના શકો તો શું કરવા નું..???

જયારે જયારે બાળક યુવાની માં પ્રવેશે ,,,,
ત્યારે કોઈ પ્રિય પાત્ર એની સામે જોઈ ને મલકાય ,ત્યારે મનમાં ઉઠતો એ રોમાંચ હોય કે
પછી
પ્રેમ નો પહેલો અહેસાસ હોય..
એ પળ જેણે નથી માણી એ લોકો પર તો મને તરસ આવે છે..
અને આ બધું નઈ કરવા નું માત્ર કારણ ઘરના વડીલ નો એની ઉપર રાખેલી કડી નજર

અરે મારે આવા વડીલઓ ને કહેવું છે કે તમે જરૂર ઘરડા થઇ ગયા છો પણ તમારી આવનારી પેઢી નઈ...
તમે જે મોજ શોક નથી કાર્ય એનો મતલબ એમ નથી કે તમારા ઘરમાં કોઈ એ નઈ કરવા ના..
અને એવા પાયા વગર ના ઉદાહરણ આપવાના છોડી દો કે "હું તો તારી ઉમર નો હતો ત્યારે કોલેજ સાઇકલ લઇ ને જતો તો...અને તારે આ ઉમરે સ્લેનડર અપાયું છે તોય પલ્સર જોઈએ છે ??

અને આ વાંચ્યા પછી જો કોઈ પલ્સર લવાનું નક્કી કરે તો બે નોધાવજો ...
હા હા હા...

Wednesday 30 November 2011

"કાલે ભારત બંધ નું એલાન"

"કાલે ભારત બંધ નું એલાન" 

(૧ ડીસેમ્બર,ભારત બંધ)



મેં જયારે આ સાંભળ્યું તું ત્યારે મને પણ એવી જ ખુશી થઇ હતી..જેવી તમને થઇ હતી..
પણ જયારે મેં એવું જાણવાની કોશિશ કરી કે શા માટે આ ભારત-બંધ છે...
(આમ તો અપડા ત્યાં ભારત-બંધ હોવું કઈ મોટી વાત નથી)

ત્યારે મને લાગ્યું કે ના આ વખતે મામલો થોડો વધારે પડતો ગંભીર છે...
સવાલ છે..."વોલ્લ માર્ટ" જેવા મોટા રીટેલ ચેઈન માર્કેટ નો ભારત જેવા વિકાસ શીલ દેશ માં પ્રવેશ..
હું જણાઈ દઉં કે આ સ્ટોર એકઝેટલી છે શું??
આ એવો સ્ટોર છે જ્યાં બીગ બાઝાર જેવા મોટા મોલ્લ પણ હોય છે..અને નાની-નાની એરિયા વાઈઝ કરીયાણા ની દુકાન ની જેમ સ્ટોર પણ હોય છે...
જેનો મુખ્ય હેતુ હોય છે..બજાર કરતા સસ્તા ભાવે વેચાણ કરવું.
અને આ સ્ટોર ગરાક(બાયર) ને એવી સારી અને ઉચ્ચ પ્રકાર ની સુવિધા(સર્વિસ) પૂરી પાડે છે કે એને ચાંદી ચાંદી થઇ જાય..
અને એ સ્ટોર ની કાર્ય પદ્ધતિ(સ્ટ્રેટેજી) પણ એટલી સારી હોય છે એ પ્રોડક્ટ નો બજાર ભાવ કરતા પણ ઓછો ભાવ રહે....
(અને કંપની ના જુના રેકોર્ડ પ્રમાણે આ કંપની સૌથી વધારે નફો કમાતી કંપની છે...)
તમને તો થશે "લો તો તો સારું કહેવાય ,એમાં ખોટું શું છે"

હા આ બધું સારું કહેવાય...અને આ કમ્પની ના કેસ મેનેજમેન્ટ માં ભણવા માં પણ આવે છે...
પણ જયારે આવી વિદેશી કંપની ભારત માં આવી ભારત ના નાના વેપારી ના ધંધા બંધ કરાવે એ સારું ના કહેવાય....
અને કહેવાય પણ છે કે આ કંપની એ ભારત માં ધંધો કરવા માટે આશરે ૨૦ કરોડ જેટલી લાંચ અમેરિકન સરકાર ને અપીતી...આવી મૂડી ને "લોબિંગ" કહેવાય છે,,અને અમેરિકા માં આ લીગલી છે..
અને કદાચ એમાંથી અમુક હિસ્સો ભારત માં સાંસદો ને પણ મળશે એટલે જ એને આવકાર અપાય છે...અને તનમુલ,ડાબેરીઓ,અને ભાજપ  એનો વિરોધ કરે છે..મને નથી લાગતું કે એ લોકો વિરોધ કરે છે એનું કારણ માત્ર વોલ્લ માર્ટ હોય...એ લોકો ને તો કેન્દ્ર  ને મહેણાં મારવા હોય છે..
પણ આ વખતે કોંગ્રેસ ને કહીએ લોકો ના મહેણાં ભાંગો,,
આ વોલ્લ માર્ટ એવો ઝેરીલો સાપ છે કે એને પોતાની જન્મ ભૂમિ અમેરિકા ને પણ નથી છોડી...
અમેરિકા માં આ મોલ્લ ની સરુવત થયા પછી અમેરિકા ની ૪૦ % થી પણ વધારેના બીજા સ્ટોર બંધ થઇ ગયા..
(એટલે હાલ્લ અમેરિકા માં મંદી છે તો એનો ૨૦-૨૫ ટકા શ્રેય આ સ્ટોર ને પણ જાય છે)

જો આવી હાલત ભારત માં થાય તો શું ભારત જેવો દેશ આ સ્થિતિ ને સહન કરી શકશે???
એક સર્વે પ્રમાણે વોલ્લ માર્ટ જે એરિયા માં એનો સ્ટોર ખોલે એ એરિયા માં ૫ વર્ષ માં ૨૦ થી ૩૦ % જેટલી કરીયાણા ની દુકાન બંધ થઇ જાય છે..
જો આવું ભારત માં થાય તો ભારત નો સામાન્ય વહેપારી સ્વાવલમ્બી મટી પરાવલંબી થઇ જાય.
(કોકે સાચું જ કીધું છે કે જો સરકાર વહેપારી થાય તો એની પ્રજા ભૂખી જ મરે)

મારે તો એટલું જ કહેવું છે કે જો વિદેશી કંપની વધુ ને વધુ ભારત માં આવશે તો તો 
"ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાદ્યાય ને આટો" જેવી થઇ ને ઉભી રહેશે..

હાલ તો પેટ્રોલ ના ભાવ માં ૧ રૂપિયો ઘટ્યો છે..મને તો લાગે છે કે આ પણ વોલ્લ માર્ટ ના મુદ્દા માંથી પ્રજાનું દયાન હટાવા નો કેન્દ્ર નો કીમિયો છે.પણ બની સકે છે કે જયારે તમે આ લેખ વાંચતા હો ત્યારે ૨ રૂપિયા પેટ્રોલ માં વધી પણ ગયા હોય..

હા હા હા.
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ 

Monday 28 November 2011

"જલ્દી જમીલો હમણા "ધૂળી બેન" આવી જશે"


"જલ્દી જમીલો હમણા "ધૂળી બેન" આવી જશે"

ઉપર નું વાક્ય વાંચી ને તમને ખબર તો નઈ પડે કે આ કેવા ભાવ માં બોલાયેલો સંવાદ છે.
પણ આ એક ચિંતા,ઝડપ,અને થોડો ગણો ઠપકો આ ત્રણેય ના મિશ્રણ સાથે ઉપર નું વાક્ય બોલાતું હોય છે અમારા ઘર માં
અને તમારા ઘર માં પણ બોલાતું હશે.પણ અહી ધૂળી બેન ની જગ્યા એ રમીલા બેન,મંજુ બેન ઈ.ટી.સી...ઈ.ટી.સી હોઈ સકે છે..
હજુ ઘણા ને લાઈટ નઈ થઇ હોય..એ લોકો માટે કહું કે
જેમ રાજા-મહારાજા આવે એ પહેલા "સોને કી છડી,રૂપે કી મસાલ" બોલાય એમ કામ-વાલા બેન આવે એ પહેલા અપાતી ચિન્તા ના રૂપ માં ધમકી છે..
કામ વાલા ને પ્રેમ થી ઘણા નામ થી બોલાવાય છે...કામવાલા બેન,રામલો-રામલી, કેકામવાળી બાઈ....
અત્યાર ના જમાના માં દરેક ના ઘર માં બે મુખ્ય ચિંતાઓ હોય છે..
સરકાર અને કામવાળી બેવું લાંબી ટકતી નથી....

પણ હજુ ગુજરાત જેવા રાજ્ય માં સરકાર ને ટકવા ના વિષય ને લઇ ને બહુ ચિન્તા તો નથી પણ કામવાળી ને લઇ ને દરેક ઘરમાં કંકાસ હોય છે...
હજુ ઘર ના ધણી ને ખોટું લાગે તો ચાલે પણ જો કામવાળી ને જો કોઈ કશું કહે અને એ રિસાઈ ગઈ અને જો એ ના આવે તો તો તમારો મરો સમજો.
કા તમને કામવાળી શોધવા મોકલશે કા તો દોષ ના ટોપલા ની જોડે જોડે એનું કામ તમારા માથે આવશે...

હવે તો કામવાળી ની બાઈગીરી(દાદાગીરી) પણ ઘણી વધી ગઈ છે..
જાણે એને કામે રાખવી હોય તો એક જાતના એમ.ઓ.યુ (M.O.U)  કરવા પડે..
એનું કામ પણ શરતો ને આધીન હોય છે..એની થોડી શરતો નીચે મુકું છું..

(૧) જો એને કચરા-પોતા માટે બંધાવી હોય તો એ રૂપિયા ઘર ના ચોરસ-ફૂટ પ્રમાણે લેશે....

(૨) બપોર ની છોટી-બહુ. તારક મહેતા, અને "ના આના ઈસ દેશ લાડો" એટલી સીરીઅલ (તમે ના જોતા હો તો પણ) ના ટાઇમે એને ચાલુ કરી
    આપવાની.(સમય પ્રમાણે સીરીઅલ માં ફેર-ફાર થઇ સકે છે)

(૩) "૪(ચાર) કપરા-કબી માફફ" ના ના આ કઈ "સાત ખૂન માફ" નું ગુજરાતી રીમેક નથી..આતો જો વાસણ ઘસતા કપરા-કબી તૂટે તો, ચાર કપ
     સુન્ધી પૈસા નઈ કાપવાના...

(૪)પલંગ અને સોફા નીચે થી મુડ હશે તોજ સાફ્ફ કરશે...એટલે એની કચ-કચ નઈ કરવાની..

(૫) એ એના સમય પ્રમાણે આવશે..જો તમે ઘરે ના હો તો એનો વાંક નથી ..એ દિવસે એના પૈસા નઈ કાપવાના..

(૬)દિવાળી માં બોનસ તરીકે દોઢો પગાર આપવાનો..(અને ત્રિમાસિક સાડી પદ્ધતિ નફાની)

(૭)બંધાયા કામ ના સિવાય વધારા નું કામ નઈ કરવા માં આવે..જેમકે રસોઈ બનવામાં માં મોડું થતું હોય
     તો શાક સમારવા કે લોટ બાંધવા
     જેવા કામ નઈ કરે.

હવે તો કામવાલા પણ મોબાઈલ રાખે છે તો એનો પણ નિયમ છે કે જો મોડું-વહેલું થાય તો ખોટો ખોટો ફોન કરીને નઈ હેરાન કરવાના
આટ-એટલી શરતો માન્ય બાદ પણ છેલે એ શરત હોય કે "સર્વ અંતિમ હક્ક કામ વાળી ના હાથમાં રહેશે,એટલે તમને પૂછ્યા(કીધા) વગર પણ ફેર-ફાર કરી શકશે..

આપડે એને પૈસા આપીએ તોય એ અપડા સાહેબ ..
આપડા કરતા એ વધારે બીઝી હોય છે..
એમને કોઈ કારણસર દસ મિનીટ પણ જો અપડા લીધે મોડું થશે તો રાડા-રાડ કરી મુકશે..

અને હવે તો એમના પણ એસોસીએશન જેવું થઇ ગયું છે..જેથી જો તમે કામવાલા ને કીધા વગર એને છોડી મુકશો..તો બીજા કોઈ કામ વાલા તમારા ઘરે નઈ આવે..(આને કહેવાય મુચીયલ અન્ડર સ્ટેન્ડિંગ)
 હા હા હા..

જતા જતા એટલું જ કહેવું છે કે..આજના જમાના માં સ્ત્રીઓ ને અપચો,મેદસ્વીપણું,,જેવા રોગો થવાનું એક કારણ એ પણ છે કે અપૂરતી કસરત..
જયારે પહેલા ની સ્ત્રીઓ ઘરનું કામ જાતે કરતી હોવા થી આવું બહુ જોવા મળતું નહિ..
અને હવે સ્ત્રીઓ શરીર ને કસરત આપવા મોઘા મોઘા જીમ માં જતી હોય છે...
એટલે ઘરનું કામ નઈ કરવા નું એક કારણ એ પણ છે કે એમને ઘરનું કામ કરવા માં હવે ક્ષોભ (શરમ) અનુભવે છે...

કઈ નઈ એ બધું તો ચાલતું રહેશે...
અને કામવાળી નો સૌથી મોટો પ્રોબ્લેમ .
કે
દેશ (ગામડે) માં ૭-૮ દિવસ નું કહીને જશે અને આપણને ચાતક ના પક્ષી ની જેમ મહિનાઓ સુન્ધી રાહ જોવડાવસે..
અને ત્યારે આપડી હાલત "ના ના રે કહેવાય ના ના રે સહેવાય" એવી થઇ ને ઉભી રહેશે..

હા હા હા..
પોલ-મ-પોલ ને લોલ-મ-લોલ...

Friday 25 November 2011

નાના છોકરાએ ભગવાન ને ભોઠા પાડી દીધા...


પ્રતિ શ્રી,
ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા,
શંખચક્રવાળા,
સ્વર્ગ લોક, નર્કની સામે, વાદળાની વચ્ચે,
મુ. આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ બીજાના ઘરકામ કરવા માટે જાય છે. હું શું કામ ભણું છું? એની તો મારા મા-બાપને ખબર નથી પણ હા કદાચ શિષ્યવૃતીના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે એટલે મારા મા-બાપ મને રોજ ૫ કલ્લાક નિશાળે તગડી દે છે. ભગવાન બે-ચાર સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે કારણ મારા સાહેબે કીધું’તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે.

પ્રશ્ન ૧. હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હેં ભગવાન તારી મૂર્તિની ઉપર આરસપહાણનું A.C. મંદિર છે અને નિશાળની ઉપર છાપરું એ કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ?

પ્રશ્ન ૨. તને ૩૨ ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો ય નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભુખ્યો ઘરે જાઉં છું આવું કેમ?

પ્રશ્ન ૩. મારી નાનીબેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું ય મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું તો હું દરરોજ તને નહી તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું?

પ્રશ્ન ૪. તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને પંદરમી ઓગસ્ટે જે ૨૬મી જાન્યુઆરીએ જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો હેં ભગવાન તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય મારા મંદિરે કેમ ડોકાતા નથી?

પ્રશ્ન ૫. તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટેલ જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ છો તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છિયે અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી?


શક્ય હોય તો ભગવાન આ પાંચેય સવાલોના જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે, ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડૉક્ટર થાવું છે પણ મારા મા-બાપ પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી તું ખાલી જો તારા એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન તો આખીય જીંદગી હું ભણી શકું વિચારીને કે’જે દોસ્ત વિચારી લેજે કારણ કે હુંય જાણું છું કે તારે ઘણાયને પૂછવું પડે એમ છે. પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહી દે મને પૈસા નહી મોકલે તો મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે. પછી આખીય જીંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન પણ તારી હારે કિટ્ટા કરી નાખીશ. જલદી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ.
લી.
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી અથવા એક ભારતના ભાવી મજૂરના વંદેમાતરમ્

Sunday 20 November 2011

સાબરમતી....સુભાષ...વાડજ,,,,ઇનકમ-તેક્ષ....


આજ મનમાં એક વિચાર જબુક્યો છે જે તમારી સમક્ષ ભોઠો પાડું છું .

સાબરમતી....સુભાષ...વાડજ,,,,ઇનકમ-તેક્ષ....

ઉપર ની લાઈન ને સાદી રીતે વાંચસો તો બહુ મજા નઈ પડે,જો એને અમદાવાદી લહેકા થી વાંચસો તો જ મજ્જો પડે બાપુ... 
જે અમદાવાદી નથી એમેને કહી દઉં કે આ અમદાવાદ ના શટલિયા દ્વારા પડતી બૂમો(રાહડો) છે.....
અને આજનો વિચાર મને શટલિયા માં બેઠા બેઠા જ આયો તો....
શટલિયા ઘણા જાત ના હોય છે..
૧-રિક્ષા,,,,
૨-જીપ(પ્રેમ થી જીપડું,તુફાન....ઈટીસી... ઈટીસી....)
૩-મીનીબસ.. 

મોટા ભાગ ના લોકો બસ ની બારી આગળ બેઠા બેઠા પાછા મનમાં બોલે કે"શટલિયા માં બેસય્જ નઈ...પણ ઘણી વાર આજ લોકો ના નસીબ એટલા ફૂટલાં હોય છે કે એ સ્ટેન્ડ આગળ આવે એના દસ-પંદર મિનીટ પહેલા અથવા એમની આગળ થી જ બસ ગઈ હોય અને એ સમયે એ લોકો ની શરમ રાખ્યા વિના જેમ રોકેટ ની નોઝલ મા આગ લાગી હોય અને જેમ ઉડે એમ આ નમુનો ઉડે...
અને પછી બસ ના પકડાય અને આ પરીન્દો પાછો આવે એટલે કહે"બોસ્સ યાર, આ બસ વાળા કેટલી ફાસ્ટ બસ ચલાવે છે"
આ બસ વિહોણા લોકો ને કહી દઉં કે "બસ એવી વસ્તુ છે કે જો એની પાછળ દોડતા હોઈએ તો એ ઝડપી લાગે અને જો એમાં બેઠા હોએ એ તો ધીમી લાગે"
પછી આ બસ વિહોણા લોકો શીકાર બને જીપડા(જીપ) વાલા ના..ખબર નઈ આ 
એમ.બી .એ ના ભણેલા જીપડાવાલા કઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી વાપરતા હશે કે મેહોણા...મેહોણા....મેહોણા(મહેસ
ાણા...મહેસાણા...મહેસાણા) ત્રણ વખત બુમો પડે એ પહેલા તો અડધી "તુફાન"(જીપ નું નામ છે) ભરાઈ જાય...અને અંધકાર મા આશા ની કોઈ કિરણ
(આ કોઈ છોકરી નું નામ નઈ સમાજવું) મળી હોય એમ હરખ પદુડા થઇ દોડતા આવશે પણ ખરા..
અને આવે એ પહેલા ઓલા બોડી-લેન્ગ્વેગ એક્ષ્પર્ત કંડકટર ને ખબર પડી પણ જાય કે આ બાપુ મેહોણા જ જવાના..એટલે પાછળ નો દરવાજો(થોડી મહેનત પછી) ખોલશે..અને પછી એ બાપુ કુતરા પકડવા વાળી ગાડી જેવી તુફાન મા ઘેટા બકરા ની જેમ બેસે પણ ખરા..(અને કહેવાય "મજબૂરી નું નામ મહાત્મા")અને પછી તો કોઈ કોલેજ ના વિદ્યાર્થી આવે ,કોઈ બહેન હાથમાં બે વરસ નો બાબો લઈને આવે,એમાય મારા જેવો મામા ના ઘરે જવા બાજુમાં કોઈ સારી છોકરી આવે તો જલસો પડી જાય એવું વિચારતો-વિચાર તો બેઠો હોય...અને ત્યાજ કોઈક ઘરડા દાદા બાજુમાં આઈ ને બેસે ...અને પછી પાછળ ની જગ્યા ભરાઈ જાય એટલે ઓલો કંડાક્તર જોરથી દરવાજો બંધ કરે
(દરવાજો બંધ કરતા કરતા અગાલી દરવાજા મા ના આવે એ બીક મા દાદા મારી ઉપર આવે એ નફા નું)..

પછી ડ્રાઈવર ની શોધ આગળ ની સીટ માટેના ઉમેદવારો માટે શરુ થાય ...અને ધૂન મા ને ધૂન મા પડીકી ખાવા જતો રહે...અને અમે પાછળ ની સીટમા(પડીકા મા)શેકાતા હોઈએ... અને બધા ઉપાડો... ઉપાડો.. ની બુમો ચાલુ કરી હોય...અને ગરમી મા ઓલો છોકરો રોવાનું ચાલુ કરે..એમાય ઓલા કાકા થેલી નું સેટિંગ કરતા હોય ...અને પછી ગરમી ના કારણે જેમ તડકે મુકેલા ઘઉં માંથી કીડીઓ ટપો-ટપ કરતી બહાર આવે એમ આ લોકો આ ભવ્ય સ્થિતિ માંથી મોક્ષ લેવા ઓલા તાળા વગર ના દરવાજા ને ખોલવા મથે..ત્યાજ ઓલો કંડકટર ટપકી પડે..અને ફરીથી અંદર બેસાડે(ઘુસાડે)...અણી પછી અમને સાંત્વના આપવા વાડજ સુન્ધી આટો મારવી ને પાછો લાવે અને જેમ નાના છોકરા ને બાઈક ઉપર આટો મારાવીએ અને જેવો ખુસ થાય એમ અમે ખુશ થઈએ પણ આ ખુશી એના થી બરદાસ ના થાય એટલે એ અમદાવાદ દર્શન કરી જ્યાં હતા ત્યાં એનું જીપડું ઉભુ કરીદે..અને પછી આગળ બે ની સીટ મા પાંચ જન ને બેસાડી દેશે...અને એક જણ ને તો એવી રીતે બેસાડે કે ગીઅર નો દંડો એના બે બાગ વચ્ચે આવે અને એ બચારા ની આખી મુસાફરી ડ્રાઈવર ના હાથ મા એ ગીઅર નો દંડો જ આવે એ દયાન રાખવા મા જાય....
અને થોડીક ગાડી ચાલે ત્યાં એક ભાઈ ને ખાલી ચડે ..પહેલા પહેલા તો એ ખાલી ચડી હોય એની મજા લે,પણ પછી સહન ના થાય એટલે થોડો આઘો પાછો થાય(ભલે હળવા માટે જગ્યા અને લેવા માટે ચોક્ખી હવા ના હોય)અને કહેશે "અરે ભાઈ થોડા ખાશો ને" એટલે બીજો જવાબ આપે..
"ભુડા હું અહી અડધી ગાંડે બેઠો છું તને ક્યાં બેહાડું??" 
અને એક બાજુ ડ્રાઈવર ગાડી મા અત્યાધુનિક સી.ડી પ્લેયર મા તાપાઈ રાજા થી માડી સનેડો ને ગુજરાતી ભજન બધું વગાડી દે ...

જતા જતા એટલું કહેતો જાઉં કે..
જેટલી તકલીફ પડે આ મુસાફરી મા એટલી જ મજા પણ છે..અને આ ભવ્ય મુસાફરી નો એક વાર તો અનુભવ કરવો જ જોઈ એ જીવન મા...એવું હું માનું છું...
તમે શું કો છો??(એ કોમેન્ટ કરી ને કહો))

Friday 18 November 2011

"જીવન એક રમત છે"


                                                                "જીવન એક રમત છે"
આ ઉપ્પર ની લાઈન તો ઘણા ફીલોસફેરે કીધી હશે.....અને હું પણ માનું છું...અને જયારે અપડે બધા નાના હતા. (અહી કોઈએ નાના-પાટેકર નહિ સમજવું).....

ત્યારે આપણને બધાને રમવું ખૂબ ગમતું હતું..અત્યારે એ બધું યાદ કરું છું તો મને લાગે છે ક એ વખત ની ગેમ માં મજા તો આવતી તી ,,

પણ દાવ કોણ લેશે એ માટે ઘણી રીત હતી એ પણ બહુ ઇન્ત્રેસ્તિંગ હતી..(ખીચડો ખંડાવવો,કાળું-ધોળું,ચપો-ચપો ચપ etc...)

પણ હવે મોટા થઇ ગયા એટલે આપડે રમવાનું તો છોડી દીધું છે પણ હવે

 (૧)સરકાર અને
 (૨)પત્ની

આ બે પ્રાણીઓ એ આપડી જોડે રમત રમવાનું ચાલુ કર્યું છે...

(૧)સરકાર

આ તો આપડી જોડે એવી રમત રમે છે કે આપડો વારો જ નથી આવા દેતા,,,પોતે દાવ લઇ દાવ મારે જનતાનો ..

 આપડે બસ ખીચડો ખંડવાનો(મત આપીને)
 પછી એલોકો ભેગા થઈ ફરી થઈ પકાવે કાળું-ધોળું,  કાળું-ધોળું,કાળું-ધોળું,કાળું-ધોળું,કાળું-ધોળું,કાળુંકાળું...!!!! ધોળું....!!
  અને પછી એ લોકો ભેગા થઇ બ્રસ્તાચાર(કાળું-ધોળું ) કરે....      
     
રોડ ના નામે ખાડા બનાવે અને એ ખાડા બનવા નો ખર્ચો કરોડો રૂપિયા માં જાય...અને આ વરસાદી સીઝન માં તો ઘણા નાના-નાના      
(અહી બે વાર નાના-પાટેકર છે એમ સમજ વું નહિ)... નવા ખાડા નો જનમ થાય એ મફત માં..અને રોડ માં પડતા  ભૂઓવા તો જાણે  
 એમ બોલતા હોય કે...
 ચપો ... ચપો ,,... ચપો ... ચપો ... ચપો .... ચપો . ચપો  ચપો..  ...ચપપપપ..
અને કોઈ બકો ભરાઈ જાય એમાં....
અને જો કોઈ  બ્રસ્તાચાર પકડાય તો કોઈ નેતા એમ બોલી  છૂટી પડતા હોય  કે  (આટલી-માટલી ચીરાની) મેં તો કઈ કઈ કર્યું જ નથી..

 (હું એજ તો કહેવા માગું છું  કે ટોપા તે કઈ કામ કર્યું હોત... તો આજે આ નોબત નાં અવેત)...
કઈ નઈ હવે તો હું રાહ જોઉં છું અન્ના જેવા લોકો ની કે જે આઈને બોલે કે ચલ ભાઈ હવે તારો સમય પૂરો હવે તો     
 "નવો ઘોડી નવો દાવ"..



(૨)પત્ની

આ વિશે તો મને કઈ અનુભવ નથી પણ હું વિજ્ઞાન નો વિદ્યાર્થી છું એટલે અવલોકન કરવું મારું કામ છે..
અને અવલોકન કરીને મને એટલી તો ખબર તો પડી ગઈ છે કે ..દરેક પતિ (મનમાં)પત્ની ને એજ કહેતા હોય છે કે
"એક ની પાછળ સાત દાવ"કદાચ એટલે જ લગ્ન ને સાત જન્મ નો સબંધ કહેતા હોય છે..                        
(બીજા અનુભવ કોમ્મેન્ત કરી ને કહો)

 હા હા હા ....પોલ-મ-પોલ ને લોલ-એ-લોલ

Thursday 17 November 2011

"શરૂવાત"

આજ મનમાં એક વિચાર જબુક્યો છે જે તમારી સમક્ષ ભોઠો પાડું છું..
આ લેખ ના શરૂવાત માં કહીદું કે આ લેખ "શરૂવાત" ઉપર છે..પછી પાછળ થી પૂછશો કે આનો મુદ્દો શું હતો તો હું હાથ ઉભા કરી દઈશ...
(હા હા હા )


એક દંત કથા પ્રમાણે આપણે કોઈ પણ કાર્ય ના શરૂવાત માં ગણપતિ નું નામ લખાય અથવા બોલાય છે..

પણ આ કલયુગ છે...અહી ગણપતિજી ને પછી યાદ કરાય છે..

પહેલા એ ઓફીસ કે કામ છે એ જગ્યા એ કોઈ ઓળખીતા ને યાદ કરાય છે..
એ ના હોય તો પૈસા ખવાડવા માટે બેંક ના એ.ટી.એમ ને યાદ કરાય છે..

કહેવાય છે કે "ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇસ ધ લાસ્ટ ઇમ્પ્રેસન"
એટલે જ આ બ્રસ્થ નેતાઓ વારમ વાર ચુંટાઈ આવે છે..
અને ચારે બાજુ આટ-આટલા બ્રસ્તા-ચાર કર્યા હોય તોય એમના "ફસ્ટ ઇમ્પ્રેસન" ના લીધે એમનું ગાડું હાલે જાય છે..

અને કદાચ એટલે જ યુનીવરસીટી ના પેપર માં વિદ્યાર્થી સરુવાત ચોખ્ખા અક્ષરે લખતા હશે..
(પાછળ નું આમેય તપાસવા ના નથી તો ઉક્લાય એવું લખી ને શું કરવા નું??)

 કોઈ કામ ના સરુવત માં જેટલી મજ્જા છે એટલી એકેય માં નથી..પછી ભલે ને એ
૧-ચીન્ગમ હોય (સારું વાત માં ગળી લાગે)
૨-લગ્ન બાદ નું જીવન હોય (આમાં તો કોઈ ને કઈ સમજવા ની જરૂર નથી..હા હા હા)
૩-ફેસબુક માં નવું-નવું એકાઉન્ત બન્યું હોય...
૪-નવી નવી સાઇકલ ચલાવતા શીખ્યા હોએ એ..(પછી તો એવું લાગે જાણે હેલીકોપ્ટર આવડી ગયું હોય)
૫-પહેલી વાર નો પ્રેમ હોય...(પ્રેમ થયા પછી તો જાણે લાગે આખી દુનિયા ગઈ ભાડ માં)
કે પછી
પહેલો વરસાદ હોય...
આ બધા ની શરૂવાત  જેટલી મધુર અને સુંદર હોય એવું જરૂરી નથી કે અંત પણ એટલો જ સારો હોય....

પણ આપડે અંત જાણી ને કઈ કરવું નથી..આજે તો આપડે વાત કરીએ છીએ માત્ર શરૂવાત ની...

કોઈ ના ઘરે જઈ એ તો શરૂવાત માં લખ્યું હોય "કુતરા થી સાવધાન"
અને ઘરમાં જવાની શરૂવાત કરીએ અને માણસ થવા મથતો માણસ("માણસ તું માણસ થાય તો ઘણું" એ ઉપરથી) ભસે(બોલે) એ પહેલા તો પોતાના દીકરા જેટલો અથવા તેના થી પણ વહાલો "ડોબરમેન" ભસી પડે.
હવે તો એના નામ માં પણ "મેન"આવી ગયું પણ આ ગધેડા ની જેમ મજુરી કરતો માણસ નઈ સુધરે...

પીચર અથવા સીરીઅલ ના શરૂવાત માં લખેલું આવે છે કે..
"ઇસ ધારાવાહિક કે સભી પાત્ર ઓર ઘટનાએ કાલ્પનિક હે ,ઇસકા કિસીભી જીવિત ઓર મૃત અદમીસે કોઈ સંબંધ નહિ હે"

(અરે ભાઈ આજે તો કોઈ જીવતા માણસ જોડે પણ સબંધ રાખવા નથી માગતું તો મૃત ની સ્મૃતિ તો ક્યાય ઉડતી હશે..)

એનું જોઈ ને વિદ્યાર્થી પણ લખવા માંડ્યા છે
"ઇસ પેપર મેં લિખે ગયે જવાબ કાલ્પનિક હે ઇસકા કોઈ ભી બુક ઓર રેફરન્સ બુક સે કોઈ સબંધ નઈ હે"
(તમને હસું  આવે એવી કોઈ ગેરંટી હું નથી લેતો)
કદાચ ઉપર ની લાઈન વાંચી ને તમને હસું આવે એટલે કૈન્સ માં લખવું પડ્યું છે..હા હા હા..

લોન લેતા પહેલા પણ લખ્યું હોય છે કે
"કૃપયા લોન લેતે સમય નિયમો ઓર સરતો દયાન સે પઢે"
(પછી અન્ના ને બોલાવસો તો નઈ ચાલે..હા હા હા)
હવે તો ફેસબુક વાળા એ પણ  લખવું પડશે કે ..

ઇસ કા ઉપયોગ કરને કે બાદ આપકી જીવન મેં અનેવાલી શારીરિક માનસિક ઓર આર્થીક મુસીબતો કે લીએ હમ જવાબદાર નઈ હે..

હા હા હા ..
લોલ-એ-લોલ

Wednesday 16 November 2011

૧૧-૧૧-૧૧


આજ મનમાં એક વિચાર જબુક્યો છે જે તમારી સમક્ષ ભોઠો પાડું છું...

૧૧.૧૧.૧૧ શું ખરેખર મહાન ઘટના છે?? બચ્ચન કે શારુખ અન્ય માં ગાંધીજી અને સરદાર,સચિન અને ધોની ,ધીરુભાઈ અંબાની અને લક્ષ્મી મિતાલ જેવા કોઈ આવી મહાન ખાગોળકીય નક્ષત્ર માં નથી જન્મ્યા છતાં મહાન થયા હવે કહો.મહાન કોણ મહેનત(કર્મ ) કે કિસ્મત
(એક અનુયાયી એ પગંબર સાહેબ ને પૂછ્યું કે કિસ્મત શું છે ત્યારે મોહમદ પયગંબરસાહેબે કહ્યું માનવ ની મહેનત અને ઉપરવાળા ની રહેમત એજ કિસ્મત છે અર્થાત આપણી મહેનત+ઈશ્વર/અલ્લા ની રહેમત=આપણી કિસ્મત)

૧૧-૧૧-૧૧ ના તો સવાર થી ગણી ને ૧૦૩ મેસેજ આઈ ગયા ને ઢગલો વોલ્લ પોસ્ટ કરી લોકો એ.... 
અને એમાય અમુક તો અઘરું લાયા છે કે ૧૧-૧૧-૧૧ માં ૧૧:૧૧:૧૧ વાગે અનોખી પળ છે..અરે ભાઈ શું ઉખાડી લેવા ના આપડે એ પળ માં??
એ એક સામાન્ય પળ જેવો જ હોય છે..અને રોજ ના દિવસ માં અને આજના દિવસ માં કોઈ ફેર નથી..
.. ૧૧-૧૧-૧૧ માં 

૧-શું પેટ્રોલ ના ભાવ ઘટવા ના છે??
૨-શું નેતા આજના દિવસ થી બ્રસ્તાચાર નથી કરવા ના..??
૩-શું મોબાઈલ માં બેલેન્સ મફત માં થઇ જવાનું છે???
૪-શું આજ થી પત્ની ઓ કચ-કચ (પ્રેમ) કરતી બંધ થઇ જશે???
૫-શું લેખકો આજના દિવસ થી માલા-માલ થવા ના છે??
૬-શું તમને કોઈ સુંદર છોકરી પ્રપોસ કરવાની છે??(અને છોકરી ઓ માટે છોકરો,વાય-સે-વરસા સમજી લેવું)
૭-શું આજે તમે કોલેજ માં રોજ ની જેમ બન્ક મારવા ને બદલે લેકચર ભરવા ના છો??
૮-શું ટી.વી અને ઓફીસ માં "મોટો સાહેબ" (બીગ બોસ્સ) હથોડો મારતું બંધ થઇ જશે???
૯-શું આજે કોન બનેગા કરોડ પતિ માં બધા કરોડ રૂપિયા જીતવા ના છે???
૧૦-શું આજે તમે ફેસબુક નથી ખોલવા ના??
 
અને છેલ્લું ૧૧ મુ

૧૧-અને મેં આટલું લખ્યું છે તોય શું લાઇક કરતા કોમેન્ટ વધવા ની છે??
(ભોઠા ભાઈ ના એક સર્વે પ્રમાણે કોમેન્ટ કરતા લાઇક હંમેશા વધારે જ રહેવાના છે) 


હા હા હા..
પોલ-મ-પોલ ને લોલ-મ-લોલ 

Tuesday 15 November 2011

આયો શિયાળો.....


આજ મનમાં વિચાર જબુક્યો છે જે તમારી સમક્ષ ભોઠો પાડું છું...

હવે ઓક્ટોબર પતવા આયો એટલે આયો શિયાળો.....
(એવું ભણવામાં આવતું તું,પણ ગ્રીન હાઉસ એફેક્ત ના કરને તમને શિયાળા જેવું ના લાગે તો એમાં મારો વાંક નથી)

પણ હવે જે નથી એવું લગાડવા નો નવો ટ્રેન્ડ આયો છે લોકો માં...
દા.ત :જેમકે
૧-લોકો જોડે ગાડી ની  લોંન ચૂકવા ના પૈસા નથી પણ એ.સી વગર ગાડી માં નઈ ફરે ,,અને આવો માભો બતાવ નો એક પણ અવસર નથી છોડતા...

૨-મારા જેવા નાહવાના આળસુ કપડા બદલી ને બહાર આવશે ને નાહીને આયો એમ બતાવે છે...
૩-કૌભાંડકારો કરોડો-અબજો નું કૌભાંડ પકડાયા પછી પણ કૌભાંડ નઈ કરવાનો દાવો માંડે છે.

આતો થઇ બધી નાની-મોટી વાત...

પણ શિયાળો આવે કે ના આવે,લોકો શિયાળા ને એ આઈ ગયો છે એમ બતાવા માટે પણ એક પણ અવસર નથી છોડતા...
દા.ત. જેમકે...
૧-લીલા લીલા શાકભાજી ની શોધખોળ ચાલુ કરીદેસે..(ભલે ના ભાવતા હોય)
૨-આમલા લઈને આથવા મૂકી દેશે...
૩-ઠંડી ના લગતી હોય તો પણ એ.સી ચાલુ કરી ને ગોદડું ઓઢી ને ઊંઘસે ...
સૌથી હોટ ફેવરીટ(કોલ્ડ ફેવરીટ)
૪-સવારના પહોરમાં લોકો ની અને પોતાની ઊંઘ બગાડી ચાલવા જશે..

અને સવાર ના  પહોરમાં તંદુરસ્તી સુધારવા નો આઈડીયા મોસ્ટ ઓફ ઘરડા ઓ ને જ કેમ આવે છે???એનો આઈડીયા અભિષેક ભાઈ જોડે પણ નથી...
શિયાળો આવે ને સવારના પહોરમાં ગાર્ડનો ધમધમવા લાગે છે....
એમાં નાના ગાર્ડનો પણ ફાઈ જાય છે...જેમાં વરસ દરમિયાન કોઈ પ્રેમી કે સદા પંખીડા પણ જોવા ના મળે એવા ગાર્ડનો માં પણ લાફીંગ ક્લબ ના ભાવ ઉચકાય છે...

સવારના પાંચ વાગે જોવા મળતા નજારા(અહી "નજારા" શબ્દને ખોટી રીતે નઈ લેવાનો)

---ઘરે થી ધક્કો મારીને ચાલવા મોકલતા લોકો બાકડા ઉપર જોકા ખાતા કે લોકો નું માથું ખાતા જોવા મળશે..
અને આવા લોકો ને માથું ખાવા વાળા લોકો  એ કારણસર કીધા...કારણ કે..
આવા લોકો ની વાત શેર બાઝાર થી માડી વિદ્યા બાલન ના ડર્ટી મુવી ,અને રાજકારણ થી માડી કામવાળા ના ત્રાસ્સ સુન્ધી પહોચી જાય(અને આ બ્રેક વગર ની ગાડી એ ભૂલી જાય કે અત્યારે પાંચ વાગ્યા છે)  
---સવારના પહોર માં ઊંઘ બગાડી વજન ઉતારવા આવે ,પણ બહાર મળતા જ્યુસ,મગ,થી માડી મેગ્ગી,પૌંઆ ખાવા જોવા મળશે....
---ગાર્ડન માં ચાલવા આવશે અને જેટલો ટાઇમ ચાલે એના કરતા ગાડી માટે પાર્કિંગ શોધવામાં    વધારે ટાઇમ  બગાડશે..
(અરે ચાલવા જવા માટે પણ ગાડી લઈને જવાનું????કોણ કહે છે પેટ્રોલ ના ભાવ વધી ગયા છે???)
---બાકડા ઉપર બેસી ને બાબા-રામદેવના ચેલા કપાલ-ભારતી ના નામે નાક ની સર્દી સાફ કરતા જોવા મળતા હોય છે...
---સાંજે કે સવારે હીચકા માં લાઈન હોવા ને કારણે સવાર-સવાર  હીચકા પ્રેમી હીચકા ખાતા જોવા મળતા હોય છે...

(આ ઉપરથી કહી શકાય કે દરેક માણસ ના મનમાં ક્યાંક બાળક છુપાયેલું હોય છે..લોલ્ઝ) 
---અને લાફીંગ ક્લબ વાળા તો એવી રીતે હસતા હોય કે રામાનંદ સાગર ની રામાયણ નો રાક્ષસ યાદ અપાઈ દે...અને એ હસવા વાળા ની યાદી માં મોટા મોટા ઓફિસરો હોય.. ડોક્ટરો હોય,અને બીજા પ્રતિષ્ઠિત લોકો હોય ,અને આ બધા અખોદિવસ મેનર્ષ અને અટીકેત માં ફરતા લોકો એવા ગાંડા કાઢતા જોવા મળે કે અપનાને હસું ચડી જાય...

મારું તો એટલું જ કહેવું છે આવા ઘુવડો ને કે ભાઈ બધી વસ્તુ ની એક લીમીટ હોય..એમ વહેલા ઉઠવાની ની પણ એક લીમીટ હોય ..ચાલવા જવું એક સારી બાબત છે..અને હું પણ જવું જ છું...પણ ત્યાં જઈને ખાલી બેસી રહેવું અને ગાજર-આમલા અને નીરો ના રસ પીવા કરતા ઘરે ઊંઘવું સારું...મારી ભાવના કોઈ ને ખોટું લગાડવા ની નથી ,પણ કડવી વાત કહેવા નું કારણ  એ છે કે આવજ લોકો પછી અધુરી ઊંઘ અને અનિન્દ્રા ની બુમો પડશે...અને બીજા ની ઊંઘ બગડશે... 

અને બીજું કારણ એ છે કે જો પરિક્ષા વખતે તો કોઈ વહેલા ઉઠતું નથી(મારા જેવા વિદ્યાર્થી ની વાત છે)....

અને ત્રીજું કારણ એ કે જો કોઈ ને સવાર માં મદદ ની જરૂર હોય અને મદદ કરવા માંટે ઉઠતા અળસ આવે....


આ ઉપરથી મારો એક મેસેજ...

શું તમે ઉદાસ થઇ ગયા છો???
:તો સવાર માં વહેલા ચાલવા જાઓ...


શું તમે જીવન માં એકલા પડી ગયા છો????
:તો સવાર માં વહેલા ચાલવા જાઓ....

શું તમને જીવન માં તકલીફ અનુભવો છો?????
:તો સવારમાં વહેલા ચાલવા જાઓ.....

અને જો ..ચાલતા ચાલતા થાકી જાઓ તો..
જોર થી એક બુમ પાડો...
.
.
.
..
.
.
.
.
.
.
"રિક્ષા"....(જો એ ઊંઘ તો હોય તો જગાડી ને ઘરે પહોચી ને ઊંઘી જાઓ)

આ લેખ ઉપરથી તમે મારી જોડે સહમત ના હો તો મને કોમ્મેન્ત કરી ને કહી શકો છો..(અને લેખ ગમ્યો હોય તો કોમ્મેન્ત કરવા માં સરમ ના અનુભવતા..)