Saturday 3 December 2011

આ સમજી ને જીવન જીવો તો ઠીક નઈ તો ઢોર પણ જીવે જ છે ને.....

દરેક માં-બાપ પોતાના છોકરા કે છોકરીઓ વિશે એવુજ વિચારે છે કે 
બાળપણ માં એમને પૈસા ના લીધે જે ખૂશી અને ખ્વાઈશ પૂરી નતી થઇ 
એ હવે પૂરી કરશે...
પણ તેઓ એમ કેમ ભૂલી જાય છે કે પૈસા ની ખેચ અને તાણ ના લીધે એમને જે શીખવા મળ્યું હતું એ પણ સીખ્વાડવું જોઈએ...

જેમકે સંપ થી રહેતા,વ્યવહારિક જ્ઞાન,અને બચત કરતા..
સારું અને સાચું જીવવા આ બધી વસ્તુ એટલીજ જરૂરી છે જેટલો જરૂરી શ્વાસ.. 

પહેલા ના જમાના માં ઘરે મહેમાન આવે તો અઠવાડિયું રોકાય તોય ઘરના મોભી નું પેટ નું પાણી એ હલતું નઈ..
અને હવે તો કોઈ મહેમાન બે દિવસ રોકાય તોય એક જાતની મનમાં અકળામણ થઇ જાય છે..
છોકરો બહાર ફરીને આવે અને જો હજાર-બે હજાર ખોવાઈ જાય તોય કલાક થી પણ વધારે શોક રહે નઈ..
અને પહેલા તો બે રૂપિયા પણ ખોવાઈ જાય તોય ઘરના બજેટ માં મોટી ખોટ પડતી...

પહેલા લોકો ના મનમાં સંપ ની ભાવના વધુ હતી...જયારે અત્યારે તો ભાઈ-ભાઈ નો અને છોકરો બાપા નો નથી રહ્યો..
એપણ એક માલ-મિલકત ના ચક્કર માં..
પહેલા દરેક વાર -તહેવાર ગામડે આવી ને બધા ભેગા થઇ ને મનાવતા..અત્યરે લોકો એ તહેવાર માં બહાર ફરવા જતા રહે..
અરે એ તો છોડો અત્યાર ના જીવન માં છોકરો ક્યારે બાપા-કે માં જોડે બેસી શાંતિ થી વાત કરી તી એ પણ યાદ નઈ હોય...
(અહી વાત કરવા નો મીનીગ માત્ર વાત નઈ કે પૈસા કે બાઈક ની માંગણી વાત)

શું આટલા તફાવત પડવાનું કારણ માત્ર "પૈસો"!!!!!
પૈસો જીવન ચલાવવા જરૂરી છે નઈ કે સબંધ....
આ સમજી ને જીવન જીવો તો ઠીક નઈ તો ઢોર પણ જીવે જ છે ને.....
એના અને અપડા માં કઈક તો ફરક હોવો જોઈ એ ને???

No comments:

Post a Comment