Friday 9 December 2011

અરે નશો કરવા એટલું બધું છે તો દારૂ ની ક્યાં જરૂર પડે છે???

 
ये इंतज़ार गलत की शाम हो जाए  
जो  हो  सके  तो  अभी  दूर जाम  हो  जाए 
मुझ  जैसे  रिंद  को  भी  तुने  हषर  में  या  रब  बुला  लिया  है  तो  कुछ  इन्तेजाम  हो  जाए 

हुई  महंगी  बहोत  ही  शराब  के  थोड़ी  थोड़ी  पिया  करो 
पियो  लेकिन  रखो  हिसाब  (के  थोड़ी  थोड़ी  पिया  करो )
हुई  मेहेंगी बहोत ही शराब के थोड़ी थोड़ी पिया करो 

ઉપર લખેલી ગઝલ ની એક પંક્તિ માં પંકજ ઉદાસ સાહેબે બે વાત કીધી છે..
કે શરાબ મોંઘી થઇ છે એટલે થોડી ક જ પીવાનું રાખો..અને પીવો પણ હિસાબ રાખો...
(પણ  મેં એક કહેવત બનાવી છે કે "ખાતી વખતે રોટલી ને વાપરતી વખતે પૈસા કદી ગણવા નઈ")
 
પણ ગુજરાતીઓ ના ગળે પંકજ સાહેબ ની વાત ઉતરતી નથી...કેમ કે
હમણા-હમણા જ છાપામાં રેવ પાર્ટી ના સમાચાર ઘણા ચર્ચા માં છે... 
અને દારૂ ના ફલાણા-ઢીકણા જેટલો જથ્થો પકડાયો એતો 
અઠવાડિક રાશી-ભવિષ્ય ની જેમ દર અઠવાડીએ છપાતું જ રહે છે...
 
પણ નશો કરવો એતો ગુજરાતી ના લોહી માં છે..
એવું જરૂરી નથી કે દારૂબંધી કહેવાતા ગુજરાત રાજ્ય માં દારૂ નો જ નશો હોય..
દિલીપ ધોળકિયા એ ખૂબ સુંદર ગીત લખ્યું છે કે..
 
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો... 
હે તારા રૂપની...
તારી આંખનો અફીણી.... 
 
 
     દરેક પાક્કા ગુજરાતી ને એની પ્રિયે કુવા માંથી પાણી નું બેડું ભરી ને લાવે અને એના આવતા પગના 
જાંજર નો અવાજ એને રૂપિયા ના ખણ-ખનાટ કરતા પણ વહાલો હોય છે..
પહેલા ભરાતો મેળો એ કઈ માત્ર મેળો નતો,એતો બહાનું હતું પોતાના પ્રિય પાત્ર ને જોવાનું..
નશો હતો એ પળ માં..જેમાં દરેક યુવાન સુંદરતા ના ઘુંટડા ભરતો હતો..
આજના એક્વાગાર્ડ ના જમાના માં કુવે પાણી ભરવા ની માથા કૂટ તો જતી રહી છે,, 
અને જાંજર હવે ઓલ્ડ-ફેસન થઇ ગઈ છે..
અને સમય ની સાથે સાથે એ ઘુંટડા પણ બદલાઈ ગયા છે...
જે આજના જમાના માં કોલેજ એ માત્ર બહાનું હોય છે.
જર્નલ,નોટ્સ ના લેવડ-દેવડ માં પણ મુલાકાત હોય છે..
એના આંખોમાં મન ભરીને જોવાનો પણ એક લાહવો છે...
ચાલવાની એ છટા અને એ ગુજરાતણ વગ,
એવો ઠસ્સો હોય છે એ કાયા માં કે શિકારી શિકાર બનવા તૈયાર થઇ જાય..
આંખો બંધાણી થઇ જાય છે રૂ જેવા રૂપ ને જોવા માટે... 

    ઉપર વાળો પણ કેવો રસાયણ વિજ્ઞાની છે...પણ એને ગુજરાતણ બનવા માં રાત-દિવસ એક કાર્ય હશે..
પહેલા એણે કાશ્મીર માંથી તાજા ગુલાબ લાવી ને એની પાંખડીઓ માંથી સ્ત્રી નું માળખું બન્યું હશે.
પછી એણે રેસમ ના તાર થી કેશ ભર્યા હશે...અને રૂ જેવી ત્વચા ની અંદર સાવજ જેવું મન ભર્યું હશે...
મીઠી છુરી જેવું કલેજું..
અને એક પરફેક્ટ કોમ્બીનેસન ઓફ એસીડ-બેઝ..
અને આવી ગુજરાતણ જયારે હસે ત્યારે એના ગાલ ના ખડાં માં દરેક પ્રેમીને ગોતા લાગવા ગમે...
કદાચ એટલે જ ગુજરાત માં દારૂ-બંધી છે..
Add caption
            અરે નશો કરવા એટલું બધું છે તો દારૂ ની ક્યાં જરૂર પડે છે???
 પણ તોય અમુક લોકો સમજતા નથી..
હમણા-હમણા ની રેવ પાર્ટી વાળા સમાચાર કઈ પહેલા અને (કદાચ) છેલ્લા
નથી..કેમ કે ડીસેમ્બર મહિનો માથે છે..લોકો દારૂ નો સ્ટોક અત્યાર થી તૈયાર કરી દીધો છે..
આતો पिनेवालो को पीनेका बहाना चाहिए એના જેવું છે..અરે ન્યુ યર હોય એટલે પીવાનું???
 'दुसरो की शादी में अब्दुल्ला दीवाना' ...
અરે નવું વરસ ગુજરતીઓ માટે નથી...આતો
આપણને બધા ને આનંદ-ઉલ્લાસ કરવા જોઈ એ એટલે આપણે ઉજવી એ છીએ..
પણ એમે દારૂ ક્યાંથી વચ્ચે આવે??શું અપડે એને આપડી રીતે ના ઉજવી શકીએ???
ચોક્કસ ઉજવી શકીએ..
ગુજરાત માં દારૂ-બંધિ હોવા છતાં ઠેર-ઠેર "દારૂ છોડવો" ની જાહેરાતો જોવા મળશે..
ગુજરાત બહાર બીજા રાજ્યો માં રાષ્ટ્રીય તહેવાર ના દિવસે "ડ્રાય ડે" તરીકે મનાવાય છે....
પણ ગુજરાત માં તો આવો એક પણ ડે નડતો નથી..
અને એક સર્વે પ્રમાણે ગુજરાત માં સૌથી વધારે દારૂ પીવાય છે...
મને લાગે છે એનું કારણ દારૂબંધી જ છે...
માણસ નો ગુણધર્મ જ છે કે એને કોઈ કામ કરવાની ના પાડી હોય ને તો એ પહેલા કરે.. 

"દારૂ છોડવો"
આવી જ એક જાહેરાત વાંચીને એક કાકા એની પાસે ગયા અને કીધું કે "તમે દારૂ છોડવો છો??"
પેલા ભાઈ:હા એપણ જડપી અને કોઈ ને કીધા વગર...
કાકા:સારું તો મારી પાંચ દારૂ ની પેટી પોલીસએ પકડી લીધી છે તો છોડી આપોને.
(હું અહી કોઈ ગેરંટી નથી લેતો કે તમને હસું આવશે જ )
હા હા હા 
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ 

No comments:

Post a Comment