Friday 30 December 2011

"સુંદરતા ના વખાણ કરવા એ એક સારો ગૂણ છે"

"સુંદરતા ના વખાણ કરવા એ એક સારો ગૂણ છે"

આ લાઈન તો ખબરની કોને કીધી છે પણ હું તો એના રસ્તેજ જાઉં છું..
મને તો બધાના વખાણ કરવા બહુ ગમે છે(લોકો મારા વખાણ કરે એ પણ મને ખૂબ ગમે છે પણ ખબર નઈ કેમ કોઈ કરતુ જ નથી)
પણ કહેવાય છે ને કઈ સારું કરવા જઈએ અને કઈ ખોટું થાય તો નવી નઈ..કારણ કે જો કોઈ છોકરી ના વખાણ કરીએ(એ વખાણ કરવા લાયક હોય છે કે નઈ એવો કોઈ મેં criteria બાંધ્યો નથી)
અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે જો કોઈ તમને જો કોઈ છોકરી ગમતી હોય અને જો એના તમે વખાણ કરો તો એ હમેશા તમારી બની જતી હોય છે.(પણ મેં આવું કઈ ટ્રાય કર્યું નથી ને કરવા પણ નથી માંગતો)
હા પાછી મૂળ વાત ઉપર આઈ  જાઉં છું.
હવે લોચા એ પડે છે કે  જો કોઈ છોકરી ના વખાણ કરીએ તો જાણે આપડે સુય કરી અને કહી દીધું હોય એમ આપડી સામે જુએ..
અને એવી રીતે જુએ કે જાણે  હેલ્મેટ વગર પોલીસ વાળો જે રીતે આપણને જોતો હોય એ રીતે ...અને मनमे तो लड्डू फूटा એ એ.ડ ચાલતી હોય.
પાછી આપણને લાગે કે  આતો તો વખાણ ના સીન માંથી રોમેન્ટિક સીન ચાલુ થઈગયો(અને આને કહેવાય  "હસવા માંથી ખસવું થવું")
એટલે આપડે કહીએ અરે સાચું કહું છું ક તું ખૂબ સરસ લાગે છે(અહી એમ ના કહેવાય કે તું બહુ જોરદાર લાગે છે)
मनमे दूसरा लड्डू फूटा?
એટલું મોટું સાહસ ખેડ્યું હોય અને સામે આપણને "થેંક્યું" પણ સંભાળવા ના મળે ..
આવું પણ મોસ્ટ ઓફ ગુજરાતી છોકરી હોય તો થવાના ચાન્સીસ વધારે છે..એવું મેં જોયું ને અનુભવ્યું છે..
કઈ નઈ પાછી આપડે એવું ધરી લેવું પડે કે એને મનમાં મિચ્છામી દુકડમ ની જેમ થેન્ક્યામીદુકડમ કહી દીધું હશે..

એટલે હવે મેં છોકરીઓ ના વખાણ કરવા નું બંધ કરી દીધું છે..
અને છોકરાઓ ના વખાણ તો ભૂલ થિય  પણ ના કરાય નઈ તો બોબીડાર્લિંગ જેવો ગણીલે બધા..હા હા હા..

(અહી એક જોક યાદ આવ્યો છે ,થોડો ડર્ટી છે તો પોતાના જોખમ ઉપર વાંચજો)

૧ છોકરી:યુ લુકિંગ બ્યુટીફૂલ..

૨ છોકરી:થેંક્યું..

અને

૧ છોકરો:યુ લુકિંગ હેન્ડસમ..

૨ છોકરો:જાને અહી થી,ગે વેળા કાર્ય વગર...
(અહી હું કોઈ ગરેન્તી નથી લેતો કે તમને હસું આવશે જ)
 હા હા હા
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ

Friday 9 December 2011

અરે નશો કરવા એટલું બધું છે તો દારૂ ની ક્યાં જરૂર પડે છે???

 
ये इंतज़ार गलत की शाम हो जाए  
जो  हो  सके  तो  अभी  दूर जाम  हो  जाए 
मुझ  जैसे  रिंद  को  भी  तुने  हषर  में  या  रब  बुला  लिया  है  तो  कुछ  इन्तेजाम  हो  जाए 

हुई  महंगी  बहोत  ही  शराब  के  थोड़ी  थोड़ी  पिया  करो 
पियो  लेकिन  रखो  हिसाब  (के  थोड़ी  थोड़ी  पिया  करो )
हुई  मेहेंगी बहोत ही शराब के थोड़ी थोड़ी पिया करो 

ઉપર લખેલી ગઝલ ની એક પંક્તિ માં પંકજ ઉદાસ સાહેબે બે વાત કીધી છે..
કે શરાબ મોંઘી થઇ છે એટલે થોડી ક જ પીવાનું રાખો..અને પીવો પણ હિસાબ રાખો...
(પણ  મેં એક કહેવત બનાવી છે કે "ખાતી વખતે રોટલી ને વાપરતી વખતે પૈસા કદી ગણવા નઈ")
 
પણ ગુજરાતીઓ ના ગળે પંકજ સાહેબ ની વાત ઉતરતી નથી...કેમ કે
હમણા-હમણા જ છાપામાં રેવ પાર્ટી ના સમાચાર ઘણા ચર્ચા માં છે... 
અને દારૂ ના ફલાણા-ઢીકણા જેટલો જથ્થો પકડાયો એતો 
અઠવાડિક રાશી-ભવિષ્ય ની જેમ દર અઠવાડીએ છપાતું જ રહે છે...
 
પણ નશો કરવો એતો ગુજરાતી ના લોહી માં છે..
એવું જરૂરી નથી કે દારૂબંધી કહેવાતા ગુજરાત રાજ્ય માં દારૂ નો જ નશો હોય..
દિલીપ ધોળકિયા એ ખૂબ સુંદર ગીત લખ્યું છે કે..
 
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો... 
હે તારા રૂપની...
તારી આંખનો અફીણી.... 
 
 
     દરેક પાક્કા ગુજરાતી ને એની પ્રિયે કુવા માંથી પાણી નું બેડું ભરી ને લાવે અને એના આવતા પગના 
જાંજર નો અવાજ એને રૂપિયા ના ખણ-ખનાટ કરતા પણ વહાલો હોય છે..
પહેલા ભરાતો મેળો એ કઈ માત્ર મેળો નતો,એતો બહાનું હતું પોતાના પ્રિય પાત્ર ને જોવાનું..
નશો હતો એ પળ માં..જેમાં દરેક યુવાન સુંદરતા ના ઘુંટડા ભરતો હતો..
આજના એક્વાગાર્ડ ના જમાના માં કુવે પાણી ભરવા ની માથા કૂટ તો જતી રહી છે,, 
અને જાંજર હવે ઓલ્ડ-ફેસન થઇ ગઈ છે..
અને સમય ની સાથે સાથે એ ઘુંટડા પણ બદલાઈ ગયા છે...
જે આજના જમાના માં કોલેજ એ માત્ર બહાનું હોય છે.
જર્નલ,નોટ્સ ના લેવડ-દેવડ માં પણ મુલાકાત હોય છે..
એના આંખોમાં મન ભરીને જોવાનો પણ એક લાહવો છે...
ચાલવાની એ છટા અને એ ગુજરાતણ વગ,
એવો ઠસ્સો હોય છે એ કાયા માં કે શિકારી શિકાર બનવા તૈયાર થઇ જાય..
આંખો બંધાણી થઇ જાય છે રૂ જેવા રૂપ ને જોવા માટે... 

    ઉપર વાળો પણ કેવો રસાયણ વિજ્ઞાની છે...પણ એને ગુજરાતણ બનવા માં રાત-દિવસ એક કાર્ય હશે..
પહેલા એણે કાશ્મીર માંથી તાજા ગુલાબ લાવી ને એની પાંખડીઓ માંથી સ્ત્રી નું માળખું બન્યું હશે.
પછી એણે રેસમ ના તાર થી કેશ ભર્યા હશે...અને રૂ જેવી ત્વચા ની અંદર સાવજ જેવું મન ભર્યું હશે...
મીઠી છુરી જેવું કલેજું..
અને એક પરફેક્ટ કોમ્બીનેસન ઓફ એસીડ-બેઝ..
અને આવી ગુજરાતણ જયારે હસે ત્યારે એના ગાલ ના ખડાં માં દરેક પ્રેમીને ગોતા લાગવા ગમે...
કદાચ એટલે જ ગુજરાત માં દારૂ-બંધી છે..
Add caption
            અરે નશો કરવા એટલું બધું છે તો દારૂ ની ક્યાં જરૂર પડે છે???
 પણ તોય અમુક લોકો સમજતા નથી..
હમણા-હમણા ની રેવ પાર્ટી વાળા સમાચાર કઈ પહેલા અને (કદાચ) છેલ્લા
નથી..કેમ કે ડીસેમ્બર મહિનો માથે છે..લોકો દારૂ નો સ્ટોક અત્યાર થી તૈયાર કરી દીધો છે..
આતો पिनेवालो को पीनेका बहाना चाहिए એના જેવું છે..અરે ન્યુ યર હોય એટલે પીવાનું???
 'दुसरो की शादी में अब्दुल्ला दीवाना' ...
અરે નવું વરસ ગુજરતીઓ માટે નથી...આતો
આપણને બધા ને આનંદ-ઉલ્લાસ કરવા જોઈ એ એટલે આપણે ઉજવી એ છીએ..
પણ એમે દારૂ ક્યાંથી વચ્ચે આવે??શું અપડે એને આપડી રીતે ના ઉજવી શકીએ???
ચોક્કસ ઉજવી શકીએ..
ગુજરાત માં દારૂ-બંધિ હોવા છતાં ઠેર-ઠેર "દારૂ છોડવો" ની જાહેરાતો જોવા મળશે..
ગુજરાત બહાર બીજા રાજ્યો માં રાષ્ટ્રીય તહેવાર ના દિવસે "ડ્રાય ડે" તરીકે મનાવાય છે....
પણ ગુજરાત માં તો આવો એક પણ ડે નડતો નથી..
અને એક સર્વે પ્રમાણે ગુજરાત માં સૌથી વધારે દારૂ પીવાય છે...
મને લાગે છે એનું કારણ દારૂબંધી જ છે...
માણસ નો ગુણધર્મ જ છે કે એને કોઈ કામ કરવાની ના પાડી હોય ને તો એ પહેલા કરે.. 

"દારૂ છોડવો"
આવી જ એક જાહેરાત વાંચીને એક કાકા એની પાસે ગયા અને કીધું કે "તમે દારૂ છોડવો છો??"
પેલા ભાઈ:હા એપણ જડપી અને કોઈ ને કીધા વગર...
કાકા:સારું તો મારી પાંચ દારૂ ની પેટી પોલીસએ પકડી લીધી છે તો છોડી આપોને.
(હું અહી કોઈ ગેરંટી નથી લેતો કે તમને હસું આવશે જ )
હા હા હા 
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ 

Wednesday 7 December 2011

મને તો લાગે છે કે આ સિબ્બલ અને સરદ પવાર ના પણ એ\કા હશે ફેસબુક માં

લો હવે તો હદ થઇ ગઈ....એવું ભણવામાં આવતું તું કે ભારત આઝાદ છે ને ભારતીઓ સ્વત્રંત ...
પણ આતો સાવ દાદાગીરી ચાલુ કરી દીધી...
હવે સરકાર નક્કી કરશે કે આપડે કેવા ફોટા મુકવા ને કેવી કોમેન્ટ...???
મને તો લાગે છે કે આ સિબ્બલ અને સરદ પવાર ના પણ એ\કા હશે ફેસબુક માં
એટલે જ એ પોતાની વિરોધ ના પોસ્ટ અને ફોટા જોઈ ને કપિલે આ નિર્ણય લીધો હશે...

હા હા હા ...ખાલી લોકો નો ફેસબુક ઉપર ગુસ્સો જોઈ ને એ લોકો ની બળે છે...
અને એ લોકો ફેસબુક ઉપર ના હોય તોય એમના છોકરા,છોકરીઓ અને સબંધી ઓ તો હશે જ ને...
કેવું લાગતું હશે કે જયારે સરદના ના સબંધીઓ ફેસબુક ઉપર ગાલે હાથ દઈ સરદ બેઠો હોય એવો ફોટો કોઈ એ સબંધીઓ ના વોલ્લ ઉપર મુકે ને એના ફ્રેન્ડસ એ ફોટા ને લાઇક કરે... 

હમણા હમણા સોનિયા ગાંધી અને (S.M.S) સરદાર મનમોહન સિંહ ના ઘણા ફોટા ફન્ની નીકળ્યા છે...

લાગે છે કે રાહુલ ભાઈ આ ફોટા જોઈ ગયા હશે ને...અને એના ભાઈ-બંધો એને ચીડવતા હશે...
એટલે રાહુલ રોતા રોતા કપિલ ભાઈ જોડે ગયા હશે ને કીધું હશે કે...

"કપિલ કાકા આ જુવો ને આ બધું શું છે???તમે કઈ કરો ને..હમણા તો સરદ કાકા ના પણ બહુ ફોટા આવે છે...

મારા ભાઈ -ભાંડું મારી બહુ ઠેકડી ઉડાવે છે...
મેં હમણા ભોઠા ભાઈ ની વોલ્લ પણ વાંચીતી
એમાં એમને એક પોસ્ટ મૂકીતી કે

"""""જેમ ગર્વ અને અભિમાન વચ્ચે એક પાતળી ભેદ રેખા છે
એમ જ
.
.
.
.
.
કુવારા અને વાંઢા વચ્ચે પણ એક પાતળી ભેદ રેખા હોય છે..
હા હા હા..લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ """"

મને ખબર છે કે એમનો ઇસારો મારા તરફ જ હતો ..
આ સાંભળી ને કપિલ કાકા ના ગુસ્સા ની બધી રેખ તૂટી ને ભુક્કા થઇ ગયા હશે...

અને આ તો રાજા કહેવાય
અને વાજા,વાંદરા અને રાજા નું કસું ઠેકાણું નઈ...અને કરી દીધા કંકુ ના .અને લઇ લીધો નિર્ણય..
કાશ આટલી જ જડપી રીતે દેશ ના જુના અને હવે તો વાસી થઇ ગયેલા મુદ્દા નો નિર્ણય લેવાતો હોત..
તો કાશ્મીરી પંડિત રાખડી ના પડેત અને કાશ્મીર માટે અલગ ધારા ધોરણો ના ઘડવા પડેત,..

તો હજુ પણ યુનિયન કારબાઇડ કંપની (ભોપાલ દુર્ઘટના) ની દુર્ઘટના બાદ હજી પણ  મરેલા લોકો ના સગા હજુ વધુ પૈસા ની માંગણી માટે વિરોધ ના કરતા હોત...

અરે આતો બધી જૂની વાત છે..ખાલી કસાબ ની કઈ વ્યવસ્થા કરી હોત ને તો પણ ચાલેત...

કઈ વાંધો નઈ આ બધું તો આમ જ ચાલતું રહેવાનું,,,,મારા થી અને કદાચ તમારા થી પણ કસું ઉખાડી શકાશે નઈ...
...
કઈ નઈ મારે તો બધાને એજ કહેવું છે કે મન ભરીને આવા ફોટા માણો કેમકે આવા ફોટા कल हो ना हो ...
    

હવે સરકાર નક્કી કરશે કે આપડે કેવા ફોટા મુકવા ને કેવી કોમેન્ટ...???

લો હવે તો હદ થઇ ગઈ....એવું ભણવામાં આવતું તું કે ભારત આઝાદ છે ને ભારતીઓ સ્વત્રંત ...
પણ આતો સાવ દાદાગીરી ચાલુ કરી દીધી...
હવે સરકાર નક્કી કરશે કે આપડે કેવા ફોટા મુકવા ને કેવી કોમેન્ટ...???
મને તો લાગે છે કે આ સિબ્બલ અને સરદ પવાર ના પણ એ\કા હશે ફેસબુક માં
એટલે જ એ પોતાની વિરોધ ના પોસ્ટ અને ફોટા જોઈ ને કપિલે આ નિર્ણય લીધો હશે...

હા હા હા ...ખાલી લોકો નો ફેસબુક ઉપર ગુસ્સો જોઈ ને એ લોકો ની બળે છે...
અને એ લોકો ફેસબુક ઉપર ના હોય તોય એમના છોકરા,છોકરીઓ અને સબંધી ઓ તો હશે જ ને...
કેવું લાગતું હશે કે જયારે સરદના ના સબંધીઓ ફેસબુક ઉપર ગાલે હાથ દઈ સરદ બેઠો હોય એવો ફોટો કોઈ એ સબંધીઓ ના વોલ્લ ઉપર મુકે ને એના ફ્રેન્ડસ એ ફોટા ને લાઇક કરે... 

હમણા હમણા સોનિયા ગાંધી અને (S.M.S) સરદાર મનમોહન સિંહ ના ઘણા ફોટા ફન્ની નીકળ્યા છે...

લાગે છે કે રાહુલ ભાઈ આ ફોટા જોઈ ગયા હશે ને...અને એના ભાઈ-બંધો એને ચીડવતા હશે...
એટલે રાહુલ રોતા રોતા કપિલ ભાઈ જોડે ગયા હશે ને કીધું હશે કે...

"કપિલ કાકા આ જુવો ને આ બધું શું છે???તમે કઈ કરો ને..હમણા તો સરદ કાકા ના પણ બહુ ફોટા આવે છે...

મારા ભાઈ -ભાંડું મારી બહુ ઠેકડી ઉડાવે છે...
મેં હમણા ભોઠા ભાઈ ની વોલ્લ પણ વાંચીતી
એમાં એમને એક પોસ્ટ મૂકીતી કે

"""""જેમ ગર્વ અને અભિમાન વચ્ચે એક પાતળી ભેદ રેખા છે
એમ જ
.
.
.
.
.
કુવારા અને વાંઢા વચ્ચે પણ એક પાતળી ભેદ રેખા હોય છે..
હા હા હા..લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ """"

મને ખબર છે કે એમનો ઇસારો મારા તરફ જ હતો ..
આ સાંભળી ને કપિલ કાકા ના ગુસ્સા ની બધી રેખ તૂટી ને ભુક્કા થઇ ગયા હશે...

અને આ તો રાજા કહેવાય
અને વાજા,વાંદરા અને રાજા નું કસું ઠેકાણું નઈ...અને કરી દીધા કંકુ ના .અને લઇ લીધો નિર્ણય..
કાશ આટલી જ જડપી રીતે દેશ ના જુના અને હવે તો વાસી થઇ ગયેલા મુદ્દા નો નિર્ણય લેવાતો હોત..
તો કાશ્મીરી પંડિત રખડી ના પડેત અને કાશ્મીર માટે અલગ ધારા ધોરણો ના ઘડવા પડેત,..

તો હજુ પણ યુનિયન કારબાઇડ કંપની (ભોપાલ દુર્ઘટના) ની દુર્ઘટના બાદ હજી પણ  મરેલા લોકો ના સગા હજુ વધુ પૈસા ની માંગણી માટે વિરોધ ના કરતા હોત...

અરે આતો બધી જૂની વાત છે..ખાલી કસાબ ની કઈ વ્યવસ્થા કરી હોત ને તો પણ ચાલેત...

કઈ વાંધો નઈ આ બધું તો આમ જ ચાલતું રહેવાનું,,,,મારા થી અને કદાચ તમારા થી પણ કસું ઉખાડી શકાશે નઈ...
...
કઈ નઈ મારે તો બધાને એજ કહેવું છે કે મન ભરીને આવા ફોટા માણો કેમકે આવા ફોટા कल हो ना हो ...

    

Saturday 3 December 2011

આ સમજી ને જીવન જીવો તો ઠીક નઈ તો ઢોર પણ જીવે જ છે ને.....

દરેક માં-બાપ પોતાના છોકરા કે છોકરીઓ વિશે એવુજ વિચારે છે કે 
બાળપણ માં એમને પૈસા ના લીધે જે ખૂશી અને ખ્વાઈશ પૂરી નતી થઇ 
એ હવે પૂરી કરશે...
પણ તેઓ એમ કેમ ભૂલી જાય છે કે પૈસા ની ખેચ અને તાણ ના લીધે એમને જે શીખવા મળ્યું હતું એ પણ સીખ્વાડવું જોઈએ...

જેમકે સંપ થી રહેતા,વ્યવહારિક જ્ઞાન,અને બચત કરતા..
સારું અને સાચું જીવવા આ બધી વસ્તુ એટલીજ જરૂરી છે જેટલો જરૂરી શ્વાસ.. 

પહેલા ના જમાના માં ઘરે મહેમાન આવે તો અઠવાડિયું રોકાય તોય ઘરના મોભી નું પેટ નું પાણી એ હલતું નઈ..
અને હવે તો કોઈ મહેમાન બે દિવસ રોકાય તોય એક જાતની મનમાં અકળામણ થઇ જાય છે..
છોકરો બહાર ફરીને આવે અને જો હજાર-બે હજાર ખોવાઈ જાય તોય કલાક થી પણ વધારે શોક રહે નઈ..
અને પહેલા તો બે રૂપિયા પણ ખોવાઈ જાય તોય ઘરના બજેટ માં મોટી ખોટ પડતી...

પહેલા લોકો ના મનમાં સંપ ની ભાવના વધુ હતી...જયારે અત્યારે તો ભાઈ-ભાઈ નો અને છોકરો બાપા નો નથી રહ્યો..
એપણ એક માલ-મિલકત ના ચક્કર માં..
પહેલા દરેક વાર -તહેવાર ગામડે આવી ને બધા ભેગા થઇ ને મનાવતા..અત્યરે લોકો એ તહેવાર માં બહાર ફરવા જતા રહે..
અરે એ તો છોડો અત્યાર ના જીવન માં છોકરો ક્યારે બાપા-કે માં જોડે બેસી શાંતિ થી વાત કરી તી એ પણ યાદ નઈ હોય...
(અહી વાત કરવા નો મીનીગ માત્ર વાત નઈ કે પૈસા કે બાઈક ની માંગણી વાત)

શું આટલા તફાવત પડવાનું કારણ માત્ર "પૈસો"!!!!!
પૈસો જીવન ચલાવવા જરૂરી છે નઈ કે સબંધ....
આ સમજી ને જીવન જીવો તો ઠીક નઈ તો ઢોર પણ જીવે જ છે ને.....
એના અને અપડા માં કઈક તો ફરક હોવો જોઈ એ ને???

Friday 2 December 2011

ૐ ૐ હરી હરી કુછ ભી હો જાય પણ Don't worry..

 
 
આ મેં નથી લખ્યું પણ મને પસંદ પડ્યું છે એટલે મુક્યું છે .તમને પણ જરૂર પસંદ પડશે......                                                                                             
દૂધ નોદાઝ્યો છાશને ફુંક મારીને પીવે
સુપનો દાઝ્યો કોલ્ડકોકો ને ફુંક  મારી ને પીવે

વંદે માતરમ, ખિસ્સા કાતરમ્
ઇન્કલાબ ઝિંદાબાદ,
કોલર પકડી, બોચી દાબ

હમારી માંગે પુરી કરો
પુરી નહીતો રોટ્લીતો કરો!

ૐ ૐ હરી હરી કુછ ભી હો જાય પણ Don't worry..

આજ કરે સો કલ કર
કલ કરે સો પરસો
ઇતની જલદી ક્યા પડી હે
જબ જીના હે બરસો

સંપ ત્યાં જંપ
સાયકલ ત્યાં પંપ
પેટ્રોલ હવે બવ મોંધુ થઈ ગિયું

બા બહુ ને બેટી,ખાય વડલા ની ટેટી,પછી ગુમણા થાય તો મને ના કે'તી

સોનિયા સફેદિ આપકે સારે કૌભાંડ ધો ડાલે

હસે તેનુ ઘર વસે
ના હસે તેના ઘર આગડ કુતરા ભસે....
 
હા હા હા ...
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ  

Thursday 1 December 2011

લોકો ના નજર માં આ ગંદુ પીચર હશે મારા નઈ...



આખરે એ દિવસ આવી જ ગયો જેની દરેક યુવાન ને રાહ હતી...
ના ના ,,આજે કઈ દરેક યુવાન ના લગન નથી...
આતો આજે ગંદુ પિચ્ચર પડે છે...(dirty movie)

લોકો ના નજર માં આ ગંદુ પીચર હશે મારા નઈ...
અરે ખરાબ હોવાનું એક માત્ર કારણ "અંગ પ્રદર્સન"

શું સ્ટોરી,સ્ક્રીન પ્લે,એક્ટિંગ નો કોઈ અવકાશ નથી,
અરે અંગ પ્રદર્સન તો અપડા ભૂતકાળ થી ચાલે આવે છે..
બસ ફરક છે ઇચ્છા વિરુદ્ધ નું અંગ પ્રદર્સન અને ઈચ્છા થી અંગ પ્રદર્સન..

મહાભારત માં દ્રોપદી નું ચીર હરણ અને સત્યમ શિવમ સુન્દરમ માં ઝીનત અમાન

બેય તો છે અંગ પ્રદર્સન જ ને??
હું સરખામણી નથી કરતો હું માત્ર ફરક સમજવું છું...

લોકો એ આ પિચ્ચર નો એવો હાઉ ઉભો કાર્યો છે કે કોઈ ઘર થી આ પીચર જોવા જાઉં છું એવું  કહી ને પણ ના જઈ સકે!!! ..
શું આની પહેલા મર્ડર ૧-૨ નથી પડ્યા...શું રાજા હિંદુસ્તાની (આમીર ના કિસિંગ સીન વાળું) નથી આયુ??

અરે પાકિસ્તાને તો આ પીચર ઉપર બંધી ફરમાવી દીધી છે...
અરે સોલે પિચ્ચર  માં હેલને જે ડાન્સ કાર્યો તો શું એ અત્યારે અંકલ ના બિરુદ વાલા ઓ એ એમની યુવાની માં નઈ માણ્યો હોય....

જે અત્યરે આ પીચર જોવા માટે મનાઈ ફરમાવે છે એ જ લોકો દીવાના હતા મધુબાલા અને હેલન ના..
 એ શુકામ ભૂલે છે તેઓ..
અને યુવાનો ના આજ તો દિવસો હોય છે મજ્જા માનવા ના..
અને એ ગમે તે રૂપ માં હોઈ સકે છે
જેણે યુવાની નથી માણી એનું આખું જીવન (રા.વન વાળું જી.વન નઈ) બેકાર છે..
ભગવાન થી મળેલી સારામાં સારી ગીફ્ટ ને તમે ઉઘાડી ના શકો તો શું કરવા નું..???

જયારે જયારે બાળક યુવાની માં પ્રવેશે ,,,,
ત્યારે કોઈ પ્રિય પાત્ર એની સામે જોઈ ને મલકાય ,ત્યારે મનમાં ઉઠતો એ રોમાંચ હોય કે
પછી
પ્રેમ નો પહેલો અહેસાસ હોય..
એ પળ જેણે નથી માણી એ લોકો પર તો મને તરસ આવે છે..
અને આ બધું નઈ કરવા નું માત્ર કારણ ઘરના વડીલ નો એની ઉપર રાખેલી કડી નજર

અરે મારે આવા વડીલઓ ને કહેવું છે કે તમે જરૂર ઘરડા થઇ ગયા છો પણ તમારી આવનારી પેઢી નઈ...
તમે જે મોજ શોક નથી કાર્ય એનો મતલબ એમ નથી કે તમારા ઘરમાં કોઈ એ નઈ કરવા ના..
અને એવા પાયા વગર ના ઉદાહરણ આપવાના છોડી દો કે "હું તો તારી ઉમર નો હતો ત્યારે કોલેજ સાઇકલ લઇ ને જતો તો...અને તારે આ ઉમરે સ્લેનડર અપાયું છે તોય પલ્સર જોઈએ છે ??

અને આ વાંચ્યા પછી જો કોઈ પલ્સર લવાનું નક્કી કરે તો બે નોધાવજો ...
હા હા હા...