Thursday 1 December 2011

લોકો ના નજર માં આ ગંદુ પીચર હશે મારા નઈ...



આખરે એ દિવસ આવી જ ગયો જેની દરેક યુવાન ને રાહ હતી...
ના ના ,,આજે કઈ દરેક યુવાન ના લગન નથી...
આતો આજે ગંદુ પિચ્ચર પડે છે...(dirty movie)

લોકો ના નજર માં આ ગંદુ પીચર હશે મારા નઈ...
અરે ખરાબ હોવાનું એક માત્ર કારણ "અંગ પ્રદર્સન"

શું સ્ટોરી,સ્ક્રીન પ્લે,એક્ટિંગ નો કોઈ અવકાશ નથી,
અરે અંગ પ્રદર્સન તો અપડા ભૂતકાળ થી ચાલે આવે છે..
બસ ફરક છે ઇચ્છા વિરુદ્ધ નું અંગ પ્રદર્સન અને ઈચ્છા થી અંગ પ્રદર્સન..

મહાભારત માં દ્રોપદી નું ચીર હરણ અને સત્યમ શિવમ સુન્દરમ માં ઝીનત અમાન

બેય તો છે અંગ પ્રદર્સન જ ને??
હું સરખામણી નથી કરતો હું માત્ર ફરક સમજવું છું...

લોકો એ આ પિચ્ચર નો એવો હાઉ ઉભો કાર્યો છે કે કોઈ ઘર થી આ પીચર જોવા જાઉં છું એવું  કહી ને પણ ના જઈ સકે!!! ..
શું આની પહેલા મર્ડર ૧-૨ નથી પડ્યા...શું રાજા હિંદુસ્તાની (આમીર ના કિસિંગ સીન વાળું) નથી આયુ??

અરે પાકિસ્તાને તો આ પીચર ઉપર બંધી ફરમાવી દીધી છે...
અરે સોલે પિચ્ચર  માં હેલને જે ડાન્સ કાર્યો તો શું એ અત્યારે અંકલ ના બિરુદ વાલા ઓ એ એમની યુવાની માં નઈ માણ્યો હોય....

જે અત્યરે આ પીચર જોવા માટે મનાઈ ફરમાવે છે એ જ લોકો દીવાના હતા મધુબાલા અને હેલન ના..
 એ શુકામ ભૂલે છે તેઓ..
અને યુવાનો ના આજ તો દિવસો હોય છે મજ્જા માનવા ના..
અને એ ગમે તે રૂપ માં હોઈ સકે છે
જેણે યુવાની નથી માણી એનું આખું જીવન (રા.વન વાળું જી.વન નઈ) બેકાર છે..
ભગવાન થી મળેલી સારામાં સારી ગીફ્ટ ને તમે ઉઘાડી ના શકો તો શું કરવા નું..???

જયારે જયારે બાળક યુવાની માં પ્રવેશે ,,,,
ત્યારે કોઈ પ્રિય પાત્ર એની સામે જોઈ ને મલકાય ,ત્યારે મનમાં ઉઠતો એ રોમાંચ હોય કે
પછી
પ્રેમ નો પહેલો અહેસાસ હોય..
એ પળ જેણે નથી માણી એ લોકો પર તો મને તરસ આવે છે..
અને આ બધું નઈ કરવા નું માત્ર કારણ ઘરના વડીલ નો એની ઉપર રાખેલી કડી નજર

અરે મારે આવા વડીલઓ ને કહેવું છે કે તમે જરૂર ઘરડા થઇ ગયા છો પણ તમારી આવનારી પેઢી નઈ...
તમે જે મોજ શોક નથી કાર્ય એનો મતલબ એમ નથી કે તમારા ઘરમાં કોઈ એ નઈ કરવા ના..
અને એવા પાયા વગર ના ઉદાહરણ આપવાના છોડી દો કે "હું તો તારી ઉમર નો હતો ત્યારે કોલેજ સાઇકલ લઇ ને જતો તો...અને તારે આ ઉમરે સ્લેનડર અપાયું છે તોય પલ્સર જોઈએ છે ??

અને આ વાંચ્યા પછી જો કોઈ પલ્સર લવાનું નક્કી કરે તો બે નોધાવજો ...
હા હા હા...

No comments:

Post a Comment