Wednesday 30 November 2011

"કાલે ભારત બંધ નું એલાન"

"કાલે ભારત બંધ નું એલાન" 

(૧ ડીસેમ્બર,ભારત બંધ)



મેં જયારે આ સાંભળ્યું તું ત્યારે મને પણ એવી જ ખુશી થઇ હતી..જેવી તમને થઇ હતી..
પણ જયારે મેં એવું જાણવાની કોશિશ કરી કે શા માટે આ ભારત-બંધ છે...
(આમ તો અપડા ત્યાં ભારત-બંધ હોવું કઈ મોટી વાત નથી)

ત્યારે મને લાગ્યું કે ના આ વખતે મામલો થોડો વધારે પડતો ગંભીર છે...
સવાલ છે..."વોલ્લ માર્ટ" જેવા મોટા રીટેલ ચેઈન માર્કેટ નો ભારત જેવા વિકાસ શીલ દેશ માં પ્રવેશ..
હું જણાઈ દઉં કે આ સ્ટોર એકઝેટલી છે શું??
આ એવો સ્ટોર છે જ્યાં બીગ બાઝાર જેવા મોટા મોલ્લ પણ હોય છે..અને નાની-નાની એરિયા વાઈઝ કરીયાણા ની દુકાન ની જેમ સ્ટોર પણ હોય છે...
જેનો મુખ્ય હેતુ હોય છે..બજાર કરતા સસ્તા ભાવે વેચાણ કરવું.
અને આ સ્ટોર ગરાક(બાયર) ને એવી સારી અને ઉચ્ચ પ્રકાર ની સુવિધા(સર્વિસ) પૂરી પાડે છે કે એને ચાંદી ચાંદી થઇ જાય..
અને એ સ્ટોર ની કાર્ય પદ્ધતિ(સ્ટ્રેટેજી) પણ એટલી સારી હોય છે એ પ્રોડક્ટ નો બજાર ભાવ કરતા પણ ઓછો ભાવ રહે....
(અને કંપની ના જુના રેકોર્ડ પ્રમાણે આ કંપની સૌથી વધારે નફો કમાતી કંપની છે...)
તમને તો થશે "લો તો તો સારું કહેવાય ,એમાં ખોટું શું છે"

હા આ બધું સારું કહેવાય...અને આ કમ્પની ના કેસ મેનેજમેન્ટ માં ભણવા માં પણ આવે છે...
પણ જયારે આવી વિદેશી કંપની ભારત માં આવી ભારત ના નાના વેપારી ના ધંધા બંધ કરાવે એ સારું ના કહેવાય....
અને કહેવાય પણ છે કે આ કંપની એ ભારત માં ધંધો કરવા માટે આશરે ૨૦ કરોડ જેટલી લાંચ અમેરિકન સરકાર ને અપીતી...આવી મૂડી ને "લોબિંગ" કહેવાય છે,,અને અમેરિકા માં આ લીગલી છે..
અને કદાચ એમાંથી અમુક હિસ્સો ભારત માં સાંસદો ને પણ મળશે એટલે જ એને આવકાર અપાય છે...અને તનમુલ,ડાબેરીઓ,અને ભાજપ  એનો વિરોધ કરે છે..મને નથી લાગતું કે એ લોકો વિરોધ કરે છે એનું કારણ માત્ર વોલ્લ માર્ટ હોય...એ લોકો ને તો કેન્દ્ર  ને મહેણાં મારવા હોય છે..
પણ આ વખતે કોંગ્રેસ ને કહીએ લોકો ના મહેણાં ભાંગો,,
આ વોલ્લ માર્ટ એવો ઝેરીલો સાપ છે કે એને પોતાની જન્મ ભૂમિ અમેરિકા ને પણ નથી છોડી...
અમેરિકા માં આ મોલ્લ ની સરુવત થયા પછી અમેરિકા ની ૪૦ % થી પણ વધારેના બીજા સ્ટોર બંધ થઇ ગયા..
(એટલે હાલ્લ અમેરિકા માં મંદી છે તો એનો ૨૦-૨૫ ટકા શ્રેય આ સ્ટોર ને પણ જાય છે)

જો આવી હાલત ભારત માં થાય તો શું ભારત જેવો દેશ આ સ્થિતિ ને સહન કરી શકશે???
એક સર્વે પ્રમાણે વોલ્લ માર્ટ જે એરિયા માં એનો સ્ટોર ખોલે એ એરિયા માં ૫ વર્ષ માં ૨૦ થી ૩૦ % જેટલી કરીયાણા ની દુકાન બંધ થઇ જાય છે..
જો આવું ભારત માં થાય તો ભારત નો સામાન્ય વહેપારી સ્વાવલમ્બી મટી પરાવલંબી થઇ જાય.
(કોકે સાચું જ કીધું છે કે જો સરકાર વહેપારી થાય તો એની પ્રજા ભૂખી જ મરે)

મારે તો એટલું જ કહેવું છે કે જો વિદેશી કંપની વધુ ને વધુ ભારત માં આવશે તો તો 
"ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાદ્યાય ને આટો" જેવી થઇ ને ઉભી રહેશે..

હાલ તો પેટ્રોલ ના ભાવ માં ૧ રૂપિયો ઘટ્યો છે..મને તો લાગે છે કે આ પણ વોલ્લ માર્ટ ના મુદ્દા માંથી પ્રજાનું દયાન હટાવા નો કેન્દ્ર નો કીમિયો છે.પણ બની સકે છે કે જયારે તમે આ લેખ વાંચતા હો ત્યારે ૨ રૂપિયા પેટ્રોલ માં વધી પણ ગયા હોય..

હા હા હા.
લોલ-મ-લોલ ને પોલ-મ-પોલ 

No comments:

Post a Comment