Thursday 17 November 2011

"શરૂવાત"

આજ મનમાં એક વિચાર જબુક્યો છે જે તમારી સમક્ષ ભોઠો પાડું છું..
આ લેખ ના શરૂવાત માં કહીદું કે આ લેખ "શરૂવાત" ઉપર છે..પછી પાછળ થી પૂછશો કે આનો મુદ્દો શું હતો તો હું હાથ ઉભા કરી દઈશ...
(હા હા હા )


એક દંત કથા પ્રમાણે આપણે કોઈ પણ કાર્ય ના શરૂવાત માં ગણપતિ નું નામ લખાય અથવા બોલાય છે..

પણ આ કલયુગ છે...અહી ગણપતિજી ને પછી યાદ કરાય છે..

પહેલા એ ઓફીસ કે કામ છે એ જગ્યા એ કોઈ ઓળખીતા ને યાદ કરાય છે..
એ ના હોય તો પૈસા ખવાડવા માટે બેંક ના એ.ટી.એમ ને યાદ કરાય છે..

કહેવાય છે કે "ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇસ ધ લાસ્ટ ઇમ્પ્રેસન"
એટલે જ આ બ્રસ્થ નેતાઓ વારમ વાર ચુંટાઈ આવે છે..
અને ચારે બાજુ આટ-આટલા બ્રસ્તા-ચાર કર્યા હોય તોય એમના "ફસ્ટ ઇમ્પ્રેસન" ના લીધે એમનું ગાડું હાલે જાય છે..

અને કદાચ એટલે જ યુનીવરસીટી ના પેપર માં વિદ્યાર્થી સરુવાત ચોખ્ખા અક્ષરે લખતા હશે..
(પાછળ નું આમેય તપાસવા ના નથી તો ઉક્લાય એવું લખી ને શું કરવા નું??)

 કોઈ કામ ના સરુવત માં જેટલી મજ્જા છે એટલી એકેય માં નથી..પછી ભલે ને એ
૧-ચીન્ગમ હોય (સારું વાત માં ગળી લાગે)
૨-લગ્ન બાદ નું જીવન હોય (આમાં તો કોઈ ને કઈ સમજવા ની જરૂર નથી..હા હા હા)
૩-ફેસબુક માં નવું-નવું એકાઉન્ત બન્યું હોય...
૪-નવી નવી સાઇકલ ચલાવતા શીખ્યા હોએ એ..(પછી તો એવું લાગે જાણે હેલીકોપ્ટર આવડી ગયું હોય)
૫-પહેલી વાર નો પ્રેમ હોય...(પ્રેમ થયા પછી તો જાણે લાગે આખી દુનિયા ગઈ ભાડ માં)
કે પછી
પહેલો વરસાદ હોય...
આ બધા ની શરૂવાત  જેટલી મધુર અને સુંદર હોય એવું જરૂરી નથી કે અંત પણ એટલો જ સારો હોય....

પણ આપડે અંત જાણી ને કઈ કરવું નથી..આજે તો આપડે વાત કરીએ છીએ માત્ર શરૂવાત ની...

કોઈ ના ઘરે જઈ એ તો શરૂવાત માં લખ્યું હોય "કુતરા થી સાવધાન"
અને ઘરમાં જવાની શરૂવાત કરીએ અને માણસ થવા મથતો માણસ("માણસ તું માણસ થાય તો ઘણું" એ ઉપરથી) ભસે(બોલે) એ પહેલા તો પોતાના દીકરા જેટલો અથવા તેના થી પણ વહાલો "ડોબરમેન" ભસી પડે.
હવે તો એના નામ માં પણ "મેન"આવી ગયું પણ આ ગધેડા ની જેમ મજુરી કરતો માણસ નઈ સુધરે...

પીચર અથવા સીરીઅલ ના શરૂવાત માં લખેલું આવે છે કે..
"ઇસ ધારાવાહિક કે સભી પાત્ર ઓર ઘટનાએ કાલ્પનિક હે ,ઇસકા કિસીભી જીવિત ઓર મૃત અદમીસે કોઈ સંબંધ નહિ હે"

(અરે ભાઈ આજે તો કોઈ જીવતા માણસ જોડે પણ સબંધ રાખવા નથી માગતું તો મૃત ની સ્મૃતિ તો ક્યાય ઉડતી હશે..)

એનું જોઈ ને વિદ્યાર્થી પણ લખવા માંડ્યા છે
"ઇસ પેપર મેં લિખે ગયે જવાબ કાલ્પનિક હે ઇસકા કોઈ ભી બુક ઓર રેફરન્સ બુક સે કોઈ સબંધ નઈ હે"
(તમને હસું  આવે એવી કોઈ ગેરંટી હું નથી લેતો)
કદાચ ઉપર ની લાઈન વાંચી ને તમને હસું આવે એટલે કૈન્સ માં લખવું પડ્યું છે..હા હા હા..

લોન લેતા પહેલા પણ લખ્યું હોય છે કે
"કૃપયા લોન લેતે સમય નિયમો ઓર સરતો દયાન સે પઢે"
(પછી અન્ના ને બોલાવસો તો નઈ ચાલે..હા હા હા)
હવે તો ફેસબુક વાળા એ પણ  લખવું પડશે કે ..

ઇસ કા ઉપયોગ કરને કે બાદ આપકી જીવન મેં અનેવાલી શારીરિક માનસિક ઓર આર્થીક મુસીબતો કે લીએ હમ જવાબદાર નઈ હે..

હા હા હા ..
લોલ-એ-લોલ

No comments:

Post a Comment