Sunday 20 November 2011

સાબરમતી....સુભાષ...વાડજ,,,,ઇનકમ-તેક્ષ....


આજ મનમાં એક વિચાર જબુક્યો છે જે તમારી સમક્ષ ભોઠો પાડું છું .

સાબરમતી....સુભાષ...વાડજ,,,,ઇનકમ-તેક્ષ....

ઉપર ની લાઈન ને સાદી રીતે વાંચસો તો બહુ મજા નઈ પડે,જો એને અમદાવાદી લહેકા થી વાંચસો તો જ મજ્જો પડે બાપુ... 
જે અમદાવાદી નથી એમેને કહી દઉં કે આ અમદાવાદ ના શટલિયા દ્વારા પડતી બૂમો(રાહડો) છે.....
અને આજનો વિચાર મને શટલિયા માં બેઠા બેઠા જ આયો તો....
શટલિયા ઘણા જાત ના હોય છે..
૧-રિક્ષા,,,,
૨-જીપ(પ્રેમ થી જીપડું,તુફાન....ઈટીસી... ઈટીસી....)
૩-મીનીબસ.. 

મોટા ભાગ ના લોકો બસ ની બારી આગળ બેઠા બેઠા પાછા મનમાં બોલે કે"શટલિયા માં બેસય્જ નઈ...પણ ઘણી વાર આજ લોકો ના નસીબ એટલા ફૂટલાં હોય છે કે એ સ્ટેન્ડ આગળ આવે એના દસ-પંદર મિનીટ પહેલા અથવા એમની આગળ થી જ બસ ગઈ હોય અને એ સમયે એ લોકો ની શરમ રાખ્યા વિના જેમ રોકેટ ની નોઝલ મા આગ લાગી હોય અને જેમ ઉડે એમ આ નમુનો ઉડે...
અને પછી બસ ના પકડાય અને આ પરીન્દો પાછો આવે એટલે કહે"બોસ્સ યાર, આ બસ વાળા કેટલી ફાસ્ટ બસ ચલાવે છે"
આ બસ વિહોણા લોકો ને કહી દઉં કે "બસ એવી વસ્તુ છે કે જો એની પાછળ દોડતા હોઈએ તો એ ઝડપી લાગે અને જો એમાં બેઠા હોએ એ તો ધીમી લાગે"
પછી આ બસ વિહોણા લોકો શીકાર બને જીપડા(જીપ) વાલા ના..ખબર નઈ આ 
એમ.બી .એ ના ભણેલા જીપડાવાલા કઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી વાપરતા હશે કે મેહોણા...મેહોણા....મેહોણા(મહેસ
ાણા...મહેસાણા...મહેસાણા) ત્રણ વખત બુમો પડે એ પહેલા તો અડધી "તુફાન"(જીપ નું નામ છે) ભરાઈ જાય...અને અંધકાર મા આશા ની કોઈ કિરણ
(આ કોઈ છોકરી નું નામ નઈ સમાજવું) મળી હોય એમ હરખ પદુડા થઇ દોડતા આવશે પણ ખરા..
અને આવે એ પહેલા ઓલા બોડી-લેન્ગ્વેગ એક્ષ્પર્ત કંડકટર ને ખબર પડી પણ જાય કે આ બાપુ મેહોણા જ જવાના..એટલે પાછળ નો દરવાજો(થોડી મહેનત પછી) ખોલશે..અને પછી એ બાપુ કુતરા પકડવા વાળી ગાડી જેવી તુફાન મા ઘેટા બકરા ની જેમ બેસે પણ ખરા..(અને કહેવાય "મજબૂરી નું નામ મહાત્મા")અને પછી તો કોઈ કોલેજ ના વિદ્યાર્થી આવે ,કોઈ બહેન હાથમાં બે વરસ નો બાબો લઈને આવે,એમાય મારા જેવો મામા ના ઘરે જવા બાજુમાં કોઈ સારી છોકરી આવે તો જલસો પડી જાય એવું વિચારતો-વિચાર તો બેઠો હોય...અને ત્યાજ કોઈક ઘરડા દાદા બાજુમાં આઈ ને બેસે ...અને પછી પાછળ ની જગ્યા ભરાઈ જાય એટલે ઓલો કંડાક્તર જોરથી દરવાજો બંધ કરે
(દરવાજો બંધ કરતા કરતા અગાલી દરવાજા મા ના આવે એ બીક મા દાદા મારી ઉપર આવે એ નફા નું)..

પછી ડ્રાઈવર ની શોધ આગળ ની સીટ માટેના ઉમેદવારો માટે શરુ થાય ...અને ધૂન મા ને ધૂન મા પડીકી ખાવા જતો રહે...અને અમે પાછળ ની સીટમા(પડીકા મા)શેકાતા હોઈએ... અને બધા ઉપાડો... ઉપાડો.. ની બુમો ચાલુ કરી હોય...અને ગરમી મા ઓલો છોકરો રોવાનું ચાલુ કરે..એમાય ઓલા કાકા થેલી નું સેટિંગ કરતા હોય ...અને પછી ગરમી ના કારણે જેમ તડકે મુકેલા ઘઉં માંથી કીડીઓ ટપો-ટપ કરતી બહાર આવે એમ આ લોકો આ ભવ્ય સ્થિતિ માંથી મોક્ષ લેવા ઓલા તાળા વગર ના દરવાજા ને ખોલવા મથે..ત્યાજ ઓલો કંડકટર ટપકી પડે..અને ફરીથી અંદર બેસાડે(ઘુસાડે)...અણી પછી અમને સાંત્વના આપવા વાડજ સુન્ધી આટો મારવી ને પાછો લાવે અને જેમ નાના છોકરા ને બાઈક ઉપર આટો મારાવીએ અને જેવો ખુસ થાય એમ અમે ખુશ થઈએ પણ આ ખુશી એના થી બરદાસ ના થાય એટલે એ અમદાવાદ દર્શન કરી જ્યાં હતા ત્યાં એનું જીપડું ઉભુ કરીદે..અને પછી આગળ બે ની સીટ મા પાંચ જન ને બેસાડી દેશે...અને એક જણ ને તો એવી રીતે બેસાડે કે ગીઅર નો દંડો એના બે બાગ વચ્ચે આવે અને એ બચારા ની આખી મુસાફરી ડ્રાઈવર ના હાથ મા એ ગીઅર નો દંડો જ આવે એ દયાન રાખવા મા જાય....
અને થોડીક ગાડી ચાલે ત્યાં એક ભાઈ ને ખાલી ચડે ..પહેલા પહેલા તો એ ખાલી ચડી હોય એની મજા લે,પણ પછી સહન ના થાય એટલે થોડો આઘો પાછો થાય(ભલે હળવા માટે જગ્યા અને લેવા માટે ચોક્ખી હવા ના હોય)અને કહેશે "અરે ભાઈ થોડા ખાશો ને" એટલે બીજો જવાબ આપે..
"ભુડા હું અહી અડધી ગાંડે બેઠો છું તને ક્યાં બેહાડું??" 
અને એક બાજુ ડ્રાઈવર ગાડી મા અત્યાધુનિક સી.ડી પ્લેયર મા તાપાઈ રાજા થી માડી સનેડો ને ગુજરાતી ભજન બધું વગાડી દે ...

જતા જતા એટલું કહેતો જાઉં કે..
જેટલી તકલીફ પડે આ મુસાફરી મા એટલી જ મજા પણ છે..અને આ ભવ્ય મુસાફરી નો એક વાર તો અનુભવ કરવો જ જોઈ એ જીવન મા...એવું હું માનું છું...
તમે શું કો છો??(એ કોમેન્ટ કરી ને કહો))

No comments:

Post a Comment