Tuesday 15 November 2011

આયો શિયાળો.....


આજ મનમાં વિચાર જબુક્યો છે જે તમારી સમક્ષ ભોઠો પાડું છું...

હવે ઓક્ટોબર પતવા આયો એટલે આયો શિયાળો.....
(એવું ભણવામાં આવતું તું,પણ ગ્રીન હાઉસ એફેક્ત ના કરને તમને શિયાળા જેવું ના લાગે તો એમાં મારો વાંક નથી)

પણ હવે જે નથી એવું લગાડવા નો નવો ટ્રેન્ડ આયો છે લોકો માં...
દા.ત :જેમકે
૧-લોકો જોડે ગાડી ની  લોંન ચૂકવા ના પૈસા નથી પણ એ.સી વગર ગાડી માં નઈ ફરે ,,અને આવો માભો બતાવ નો એક પણ અવસર નથી છોડતા...

૨-મારા જેવા નાહવાના આળસુ કપડા બદલી ને બહાર આવશે ને નાહીને આયો એમ બતાવે છે...
૩-કૌભાંડકારો કરોડો-અબજો નું કૌભાંડ પકડાયા પછી પણ કૌભાંડ નઈ કરવાનો દાવો માંડે છે.

આતો થઇ બધી નાની-મોટી વાત...

પણ શિયાળો આવે કે ના આવે,લોકો શિયાળા ને એ આઈ ગયો છે એમ બતાવા માટે પણ એક પણ અવસર નથી છોડતા...
દા.ત. જેમકે...
૧-લીલા લીલા શાકભાજી ની શોધખોળ ચાલુ કરીદેસે..(ભલે ના ભાવતા હોય)
૨-આમલા લઈને આથવા મૂકી દેશે...
૩-ઠંડી ના લગતી હોય તો પણ એ.સી ચાલુ કરી ને ગોદડું ઓઢી ને ઊંઘસે ...
સૌથી હોટ ફેવરીટ(કોલ્ડ ફેવરીટ)
૪-સવારના પહોરમાં લોકો ની અને પોતાની ઊંઘ બગાડી ચાલવા જશે..

અને સવાર ના  પહોરમાં તંદુરસ્તી સુધારવા નો આઈડીયા મોસ્ટ ઓફ ઘરડા ઓ ને જ કેમ આવે છે???એનો આઈડીયા અભિષેક ભાઈ જોડે પણ નથી...
શિયાળો આવે ને સવારના પહોરમાં ગાર્ડનો ધમધમવા લાગે છે....
એમાં નાના ગાર્ડનો પણ ફાઈ જાય છે...જેમાં વરસ દરમિયાન કોઈ પ્રેમી કે સદા પંખીડા પણ જોવા ના મળે એવા ગાર્ડનો માં પણ લાફીંગ ક્લબ ના ભાવ ઉચકાય છે...

સવારના પાંચ વાગે જોવા મળતા નજારા(અહી "નજારા" શબ્દને ખોટી રીતે નઈ લેવાનો)

---ઘરે થી ધક્કો મારીને ચાલવા મોકલતા લોકો બાકડા ઉપર જોકા ખાતા કે લોકો નું માથું ખાતા જોવા મળશે..
અને આવા લોકો ને માથું ખાવા વાળા લોકો  એ કારણસર કીધા...કારણ કે..
આવા લોકો ની વાત શેર બાઝાર થી માડી વિદ્યા બાલન ના ડર્ટી મુવી ,અને રાજકારણ થી માડી કામવાળા ના ત્રાસ્સ સુન્ધી પહોચી જાય(અને આ બ્રેક વગર ની ગાડી એ ભૂલી જાય કે અત્યારે પાંચ વાગ્યા છે)  
---સવારના પહોર માં ઊંઘ બગાડી વજન ઉતારવા આવે ,પણ બહાર મળતા જ્યુસ,મગ,થી માડી મેગ્ગી,પૌંઆ ખાવા જોવા મળશે....
---ગાર્ડન માં ચાલવા આવશે અને જેટલો ટાઇમ ચાલે એના કરતા ગાડી માટે પાર્કિંગ શોધવામાં    વધારે ટાઇમ  બગાડશે..
(અરે ચાલવા જવા માટે પણ ગાડી લઈને જવાનું????કોણ કહે છે પેટ્રોલ ના ભાવ વધી ગયા છે???)
---બાકડા ઉપર બેસી ને બાબા-રામદેવના ચેલા કપાલ-ભારતી ના નામે નાક ની સર્દી સાફ કરતા જોવા મળતા હોય છે...
---સાંજે કે સવારે હીચકા માં લાઈન હોવા ને કારણે સવાર-સવાર  હીચકા પ્રેમી હીચકા ખાતા જોવા મળતા હોય છે...

(આ ઉપરથી કહી શકાય કે દરેક માણસ ના મનમાં ક્યાંક બાળક છુપાયેલું હોય છે..લોલ્ઝ) 
---અને લાફીંગ ક્લબ વાળા તો એવી રીતે હસતા હોય કે રામાનંદ સાગર ની રામાયણ નો રાક્ષસ યાદ અપાઈ દે...અને એ હસવા વાળા ની યાદી માં મોટા મોટા ઓફિસરો હોય.. ડોક્ટરો હોય,અને બીજા પ્રતિષ્ઠિત લોકો હોય ,અને આ બધા અખોદિવસ મેનર્ષ અને અટીકેત માં ફરતા લોકો એવા ગાંડા કાઢતા જોવા મળે કે અપનાને હસું ચડી જાય...

મારું તો એટલું જ કહેવું છે આવા ઘુવડો ને કે ભાઈ બધી વસ્તુ ની એક લીમીટ હોય..એમ વહેલા ઉઠવાની ની પણ એક લીમીટ હોય ..ચાલવા જવું એક સારી બાબત છે..અને હું પણ જવું જ છું...પણ ત્યાં જઈને ખાલી બેસી રહેવું અને ગાજર-આમલા અને નીરો ના રસ પીવા કરતા ઘરે ઊંઘવું સારું...મારી ભાવના કોઈ ને ખોટું લગાડવા ની નથી ,પણ કડવી વાત કહેવા નું કારણ  એ છે કે આવજ લોકો પછી અધુરી ઊંઘ અને અનિન્દ્રા ની બુમો પડશે...અને બીજા ની ઊંઘ બગડશે... 

અને બીજું કારણ એ છે કે જો પરિક્ષા વખતે તો કોઈ વહેલા ઉઠતું નથી(મારા જેવા વિદ્યાર્થી ની વાત છે)....

અને ત્રીજું કારણ એ કે જો કોઈ ને સવાર માં મદદ ની જરૂર હોય અને મદદ કરવા માંટે ઉઠતા અળસ આવે....


આ ઉપરથી મારો એક મેસેજ...

શું તમે ઉદાસ થઇ ગયા છો???
:તો સવાર માં વહેલા ચાલવા જાઓ...


શું તમે જીવન માં એકલા પડી ગયા છો????
:તો સવાર માં વહેલા ચાલવા જાઓ....

શું તમને જીવન માં તકલીફ અનુભવો છો?????
:તો સવારમાં વહેલા ચાલવા જાઓ.....

અને જો ..ચાલતા ચાલતા થાકી જાઓ તો..
જોર થી એક બુમ પાડો...
.
.
.
..
.
.
.
.
.
.
"રિક્ષા"....(જો એ ઊંઘ તો હોય તો જગાડી ને ઘરે પહોચી ને ઊંઘી જાઓ)

આ લેખ ઉપરથી તમે મારી જોડે સહમત ના હો તો મને કોમ્મેન્ત કરી ને કહી શકો છો..(અને લેખ ગમ્યો હોય તો કોમ્મેન્ત કરવા માં સરમ ના અનુભવતા..) 

1 comment: