Monday 28 November 2011

"જલ્દી જમીલો હમણા "ધૂળી બેન" આવી જશે"


"જલ્દી જમીલો હમણા "ધૂળી બેન" આવી જશે"

ઉપર નું વાક્ય વાંચી ને તમને ખબર તો નઈ પડે કે આ કેવા ભાવ માં બોલાયેલો સંવાદ છે.
પણ આ એક ચિંતા,ઝડપ,અને થોડો ગણો ઠપકો આ ત્રણેય ના મિશ્રણ સાથે ઉપર નું વાક્ય બોલાતું હોય છે અમારા ઘર માં
અને તમારા ઘર માં પણ બોલાતું હશે.પણ અહી ધૂળી બેન ની જગ્યા એ રમીલા બેન,મંજુ બેન ઈ.ટી.સી...ઈ.ટી.સી હોઈ સકે છે..
હજુ ઘણા ને લાઈટ નઈ થઇ હોય..એ લોકો માટે કહું કે
જેમ રાજા-મહારાજા આવે એ પહેલા "સોને કી છડી,રૂપે કી મસાલ" બોલાય એમ કામ-વાલા બેન આવે એ પહેલા અપાતી ચિન્તા ના રૂપ માં ધમકી છે..
કામ વાલા ને પ્રેમ થી ઘણા નામ થી બોલાવાય છે...કામવાલા બેન,રામલો-રામલી, કેકામવાળી બાઈ....
અત્યાર ના જમાના માં દરેક ના ઘર માં બે મુખ્ય ચિંતાઓ હોય છે..
સરકાર અને કામવાળી બેવું લાંબી ટકતી નથી....

પણ હજુ ગુજરાત જેવા રાજ્ય માં સરકાર ને ટકવા ના વિષય ને લઇ ને બહુ ચિન્તા તો નથી પણ કામવાળી ને લઇ ને દરેક ઘરમાં કંકાસ હોય છે...
હજુ ઘર ના ધણી ને ખોટું લાગે તો ચાલે પણ જો કામવાળી ને જો કોઈ કશું કહે અને એ રિસાઈ ગઈ અને જો એ ના આવે તો તો તમારો મરો સમજો.
કા તમને કામવાળી શોધવા મોકલશે કા તો દોષ ના ટોપલા ની જોડે જોડે એનું કામ તમારા માથે આવશે...

હવે તો કામવાળી ની બાઈગીરી(દાદાગીરી) પણ ઘણી વધી ગઈ છે..
જાણે એને કામે રાખવી હોય તો એક જાતના એમ.ઓ.યુ (M.O.U)  કરવા પડે..
એનું કામ પણ શરતો ને આધીન હોય છે..એની થોડી શરતો નીચે મુકું છું..

(૧) જો એને કચરા-પોતા માટે બંધાવી હોય તો એ રૂપિયા ઘર ના ચોરસ-ફૂટ પ્રમાણે લેશે....

(૨) બપોર ની છોટી-બહુ. તારક મહેતા, અને "ના આના ઈસ દેશ લાડો" એટલી સીરીઅલ (તમે ના જોતા હો તો પણ) ના ટાઇમે એને ચાલુ કરી
    આપવાની.(સમય પ્રમાણે સીરીઅલ માં ફેર-ફાર થઇ સકે છે)

(૩) "૪(ચાર) કપરા-કબી માફફ" ના ના આ કઈ "સાત ખૂન માફ" નું ગુજરાતી રીમેક નથી..આતો જો વાસણ ઘસતા કપરા-કબી તૂટે તો, ચાર કપ
     સુન્ધી પૈસા નઈ કાપવાના...

(૪)પલંગ અને સોફા નીચે થી મુડ હશે તોજ સાફ્ફ કરશે...એટલે એની કચ-કચ નઈ કરવાની..

(૫) એ એના સમય પ્રમાણે આવશે..જો તમે ઘરે ના હો તો એનો વાંક નથી ..એ દિવસે એના પૈસા નઈ કાપવાના..

(૬)દિવાળી માં બોનસ તરીકે દોઢો પગાર આપવાનો..(અને ત્રિમાસિક સાડી પદ્ધતિ નફાની)

(૭)બંધાયા કામ ના સિવાય વધારા નું કામ નઈ કરવા માં આવે..જેમકે રસોઈ બનવામાં માં મોડું થતું હોય
     તો શાક સમારવા કે લોટ બાંધવા
     જેવા કામ નઈ કરે.

હવે તો કામવાલા પણ મોબાઈલ રાખે છે તો એનો પણ નિયમ છે કે જો મોડું-વહેલું થાય તો ખોટો ખોટો ફોન કરીને નઈ હેરાન કરવાના
આટ-એટલી શરતો માન્ય બાદ પણ છેલે એ શરત હોય કે "સર્વ અંતિમ હક્ક કામ વાળી ના હાથમાં રહેશે,એટલે તમને પૂછ્યા(કીધા) વગર પણ ફેર-ફાર કરી શકશે..

આપડે એને પૈસા આપીએ તોય એ અપડા સાહેબ ..
આપડા કરતા એ વધારે બીઝી હોય છે..
એમને કોઈ કારણસર દસ મિનીટ પણ જો અપડા લીધે મોડું થશે તો રાડા-રાડ કરી મુકશે..

અને હવે તો એમના પણ એસોસીએશન જેવું થઇ ગયું છે..જેથી જો તમે કામવાલા ને કીધા વગર એને છોડી મુકશો..તો બીજા કોઈ કામ વાલા તમારા ઘરે નઈ આવે..(આને કહેવાય મુચીયલ અન્ડર સ્ટેન્ડિંગ)
 હા હા હા..

જતા જતા એટલું જ કહેવું છે કે..આજના જમાના માં સ્ત્રીઓ ને અપચો,મેદસ્વીપણું,,જેવા રોગો થવાનું એક કારણ એ પણ છે કે અપૂરતી કસરત..
જયારે પહેલા ની સ્ત્રીઓ ઘરનું કામ જાતે કરતી હોવા થી આવું બહુ જોવા મળતું નહિ..
અને હવે સ્ત્રીઓ શરીર ને કસરત આપવા મોઘા મોઘા જીમ માં જતી હોય છે...
એટલે ઘરનું કામ નઈ કરવા નું એક કારણ એ પણ છે કે એમને ઘરનું કામ કરવા માં હવે ક્ષોભ (શરમ) અનુભવે છે...

કઈ નઈ એ બધું તો ચાલતું રહેશે...
અને કામવાળી નો સૌથી મોટો પ્રોબ્લેમ .
કે
દેશ (ગામડે) માં ૭-૮ દિવસ નું કહીને જશે અને આપણને ચાતક ના પક્ષી ની જેમ મહિનાઓ સુન્ધી રાહ જોવડાવસે..
અને ત્યારે આપડી હાલત "ના ના રે કહેવાય ના ના રે સહેવાય" એવી થઇ ને ઉભી રહેશે..

હા હા હા..
પોલ-મ-પોલ ને લોલ-મ-લોલ...

No comments:

Post a Comment